આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના સુજાણપુરા પ્રાથમિક શાળાની હાલત જોતાં વિધાર્થીઓને રોજેરોજ જોખમનો સામનો કરવો પડે છે. ચાર રૂમ અત્યંત જર્જરીત હાલતમાં હોવાથી સરપંચે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સમગ્ર મામલે યોગ્ય કરવા પત્ર પણ લખેલો છે. જોકે, વેકેશન બાદ શાળા શરૂ થતાં વિધાર્થીઓને જોખમ વચ્ચે ”વાંચે ગુજરાત” અને ”ભણે ગુજરાત” કરવાની નોબત આવી છે.

બેચરાજી તાલુકાના સુજાણપુરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ૪ રૂમ અત્યંત જર્જરીત હોઇ માથે મોત સમાન બની ગયા છે. આથી શૈક્ષણિક કે અન્ય કોઇ કામે ઉપયોગ થઇ શકે તેમ નથી. આથી તેનું ”નો યુઝ પ્રમાણપત્ર” અને ”અપસેટ વેલ્યુ પ્રમાણપત્ર” પણ આપવામાં આવ્યુ છે.

શાળાનું મહેકમ છ શિક્ષકોનું છે. તેની સામે બેસવા અને ભણવા લાયક ત્રણ રૂમો જ છે. ધો-૧-ર અને પ ના બાળકોને બેસવા માટે ખુબજ મુશ્કેલી પડે છે.

તેમજ જર્જરીત રૂમોમાંથી પોપડા અને ઉભી તિરાડો પણ પડેલ છે. જેથી બાળકોને આ રૂમોમાં બેસાડવામાં ભય રહે છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code