આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ગીરીશ જોશી, સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી પંથકમાં દોડતી સરકારી બસમાં ત્રણગણું ઓવરલોડ પરિવહન થતું હોવાનું સામે આવ્યુ છે. મીની બસમાં 32 સીટની મર્યાદા સામે 85 મુસાફરો લેતા હોવાનું ખુદ કંડક્ટરે સ્વિકારતા હડકંપ મચી ગયો છે. ઓવરલોડથી મીની બસ થંભી જતા અનેકવાર વિધાર્થી મુસાફરો સાથે કંડક્ટર અને ડ્રાઈવરને માથાકુટ થાય છે. ખાનગી વાહનોમાં ઓવરલોડ સામે કાર્યવાહી થાય પરંતુ, સુરેન્દ્રનગર-આદરીયાણા રૂટની બસમાં જોખમી ઓવરલોડ જાણે દૈનિક બની ગયુ છે.

સલામત સવારી, એસ.ટી. અમારી સુત્ર સામે પાટડી તાલુકાના ગામોમાં સવાલો ઉભા થયા છે. સુરેન્દ્રનગરથી આદરીયાણા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મીની બસ શરૂ કરવામાં આવી છે. રૂટમાં આવતા ધામા અને ઝીંઝુવાડા ગામ વચ્ચે વિધાર્થી સહિતના મુસાફરોનો ઘસારો અત્યંત વધી જાય છે. મીની બસમાં 32 મુસાફરો બેસી શકે તેટલી ક્ષમતા સામે ત્રણગણાં એટલે કે 85 મુસાફરો લેવામાં આવે છે.

છેલ્લા કેટલાક દિવસોની પરિસ્થિતિ વચ્ચે દૈનિક હોબાળો થઇ રહ્યો છે. આ દરમ્યાન મુસાફરો અને કંડક્ટર વચ્ચે ઉગ્ર ચર્ચા થતાં નિગમ સુધી વાત પહોંચાડવા વિડીયો ઉતારી લીધો હતો. જેમાં ખુદ કંડક્ટરે 32ની સામે 85 મુસાફરો બેસાડતા હોવાનું સ્વિકારી જોખમી મુસાફરીનો ઘટસ્ફોટ કર્યો છે. મીની બસની ક્ષમતા સામે ઓવરલોડ પરિવહન મુસાફરો સામે એસ.ટી. નિગમ નિષ્ફળ હોવાનો સવાલ બન્યો છે.

નવી બસ શરૂ કરવા માંગ

ઝીંઝુવાડા અને ધામ ગામના મુસાફરોએ સુરેન્દ્રનગર ડેપો અને નિગમ સમક્ષ રૂટ ઉપર વધુ એક બસ શરૂ કરવા માંગ કરી છે. 50 થી વધુ મુસાફરોને સીટ વગર મુસાફરી કરવી પડતી હોવાથી ભયંકર હાલાકીનો સામનો જોમખ વચ્ચે કરવો પડે છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code