આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

કોંગ્રેસમાંથી રાજીનામું આપી ધારાસભ્ય પદે ચાલુ રહેતા અલ્પેશને બનાસકાંઠા-ઉંઝાના અપક્ષ ઉમેદવારો સામે ઝુકવાની નોબત આવી છે. છેલ્લા એક અઠવાડીયાથી અલ્પેશને કોઇપણ સંજોગોમાં ઠાકોરસેનાના અપક્ષ ઉમેદવારો માટે પ્રચાર કરી જીતાડવા દબાણ હતુ. આથી સંગઠનના સર્વેસર્વા તરીકે ટકી રહેવા અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું આપી બંને ઉમેદવારોને સમર્થન કરવાની ફરજ પડી છે. આવા સંજોગોમાં ઠાકોરસેનાના અપક્ષ ઉમેદવારોની હાર-જીત ઉપર અલ્પેશનું રાજકીય ભવિષ્ય નકકી થશે.

ઉત્તર ગુજરાતના તમામ પંથકોમાં અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામુ આપવા બાબતે અલગ-અલગ ચર્ચાઓ, દલીલો અને કારણો રજૂ થઇ રહયા છે. સંગઠનના બળે કોંગ્રેસમાં ખુબ જ ટુંકા ગાળામાં રાષ્ટ્રીય સ્તરનો નેતા બની ગયેલ અલ્પેશ માત્ર સન્માન ખાતર પાર્ટી છોડે એ વાત ગળે ઉતરે તેમ નથી. ઠાકોર સેનાના અનેક આગેવાનો અને ઠાકોર ધારાસભ્યો કોંગ્રેસથી નારાજ નથી. આથી ચોકકસ દાવપેચ અથવા દબાણથી અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે.

હકીકતે બનાસકાંઠા લોકસભા અને ઉંઝા વિધાનસભા ચુંટણીમાં ભારે મનામણા છતાંપણ ઠાકોરસેના સંગઠનના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા નહોતા. આથી સંગઠનના આગેવાનો સાથે રાખી બંને અપક્ષ ઉમેદવારોએ પોતાના માટે પ્રચારમાં ઉતરવા અલ્પેશને દબાણ કર્યુ હતુ. હવે જો, અલ્પેશ ઠાકોર કોંગ્રેસના મહામંત્રી હોવાના નાતે પાર્ટીને બદલે અપક્ષનો પ્રચાર કરે તો બદનામી થાય તેમ હતી. આથી અલ્પેશ ઠાકોરે સંગઠનના ઉમેદવારો સામે નતમસ્તક થઇ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતુ.

આવા સંજોગોમાં જો બનાસકાંઠા અને ઉંઝાના અપક્ષ ઉમેદવારો ચુંટણી હારી જાય તો અલ્પેશ ઠાકોરનું રાજકીય ભવિષ્ય જોખમમાં મુકાઇ જશે. જયારે બંને ઉમેદવારો જીતી જાય તો અલ્પેશનું સંગઠનમાં કદ વધી શકે. જોકે ભાજપ નહી આવકારે તો કોંગ્રેસમાં ફરીથી જોડાતા પહેલા મનમાની સાઇડમાં મુકવી પડે તેવી નોબત આવી છે. અલ્પેશે લીધેલા નિર્ણયથી ઠાકોરસેના સંગઠનને બળ મળે તો પણ રાજકીય દિશા ભટકી શકે છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code