ફાઇલ તસવીર
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,અમદાવાદ

અમદાવાદમાં સહિત રાજ્યભરમાં 31મી ડિસેમ્બરનાં કારણે પોલીસ વધારે સતર્ક બની છે. જેથી રસ્તા પર બધા શંકાસ્પદ વાહનોની તપાસ કરી રહી છે.
ત્યારે શહેરનાં રિવરફ્રન્ટ પરથી દેવલ શાહ નામના વ્યક્તિ પાસેથી એક્ટિવામાંથી દોઢ કિલો સોનાનો જથ્થો મળ્યો છે. આ મામલામાં મળતી માહિતી પ્રમાણે રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસે આ મામલામાં જાણવા જોગ દાખલ કરી છે. તેમણે જણાવ્યું કે દેવલ શાહ નામના વ્યક્તિ પાસેના એક્ટિવામાંથી દોઢ કિલો સોનું ઝડપાયું છે. જેની કિંમત આશરે 45 લાખ જેટલી છે. આ વ્યક્તિ પાસે સોનું વેચાતુ લાવવાનું કોઇ બિલ મળ્યું ન હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code