વડગામના અશોકગઢવાસીઓની આખરે વર્ષો જૂની રોડની માંગ પુરી થઈ

અટલ સમાચાર, પાલનપુર વડગામના અશોકગઢવાસીઓની આખરે વર્ષો જૂની રોડની માંગ પુરી થઇ છે. વન વિભાગની આડોડાઇથી આ વર્ષો જૂની માંગ પુરી કરવા અશોકગઢવાસીઓને કલેક્ટર કચેરી આગળ 14 દિવસ પ્રતીક ઉપવાસ કરતા અને સીએમના આગમન પહેલા રોડ બનાવવાની તંત્રએ મંજૂરી આપી હતી. જેને લઇ અશોકગઢવાસીઓ છેલ્લા કેટલાય મહિનાઓથી તાલુકાથી લઇ જિલ્લા અને ગાંધીનગરની વનવિભાગની કચેરીએ મંજૂરી
 
વડગામના અશોકગઢવાસીઓની આખરે વર્ષો જૂની રોડની માંગ પુરી થઈ

અટલ સમાચાર, પાલનપુર

વડગામના અશોકગઢવાસીઓની આખરે વર્ષો જૂની રોડની માંગ પુરી થઇ છે. વન વિભાગની આડોડાઇથી આ વર્ષો જૂની માંગ પુરી કરવા અશોકગઢવાસીઓને કલેક્ટર કચેરી આગળ 14 દિવસ પ્રતીક ઉપવાસ કરતા અને સીએમના આગમન પહેલા રોડ બનાવવાની તંત્રએ મંજૂરી આપી હતી. જેને લઇ અશોકગઢવાસીઓ છેલ્લા કેટલાય મહિનાઓથી તાલુકાથી લઇ જિલ્લા અને ગાંધીનગરની વનવિભાગની કચેરીએ મંજૂરી માટે ધક્કા ખાઇ રહ્યા હતા. અને સીએમ આવે ત્યારે તેમની સમક્ષ રજુઆત કરવાની ચીમકી ઉચ્ચરતા આખરે તંત્રએ સીએમના આગમન પહેલા અશોકગઢવાસીઓને અધુરો રોડ પૂરો કરવાની મંજૂરી આપી હતી.