આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, દિયોદર

બનાસકાંઠાના દિયોદર શહેરમાં ધોળેદહાડે  સાડા 20 લાખથી વધુની લૂંટ થઈ છે. વેપારીની ગેરહાજરીમાં મહેતાજીની આંખમાં મરચું નાખી લબર મુછીયો પૈસા ભરેલી બેગ અને બાઈક લઈ ફરાર થઈ ગયો હતો. વેપારીની લૂંટની ઘટનાને પગલે પંથકના ધંધાર્થી આલમમાં ખળભળાટ મચી ગયો છે. દિયોદર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે બે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

દિયોદર શહેરમાં રામેશ્વર વહેપાર કેન્દ્ર નામની દુકાન આવેલી છે. જ્યાં વેપારી જશવંત જીવરાજ ઠક્કર છેલ્લા કેટલાક સમયથી પશુ માટે ખોળનો ધંધો કરે છે. જેમાં ત્રણેક દિવસથી બેંક કામકાજ બંધ હોવાથી ભેગી થયેલી રોકડ 20 લાખ 55 હજાર દુકાનમાં એક થેલામાં રાખેલી હતી. રોકડ રકમ ગુરુવારે બેંકમાં જમા કરાવવાની ગણતરીએ વેપારી બપોરે જમવા ગયા હતા. આ દરમિયાન મહેતાજી જગદીશ ઠાકોરની આંખમાં મરચું નાંખી 25 વર્ષીય યુવાન બપોરે બે વાગ્યાના સુમારે રૂ. 20.55 લાખ ભરેલી બેગ અને બાઇક સહિત ૨૧ લાખની લૂંટ કરી ફરાર થઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે વેપારીઆલમમાં ફફડાટ વધ્યો છે. દિયોદર પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં નિકુંજ વિનોદ નાઇ અને જગદીશ દીપાજી ઠાકોરની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

21 Oct 2020, 10:27 AM (GMT)

COVID-19 Global Stats

41,105,111 Total Cases
1,130,619 Death Cases
30,659,593 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code