આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજના શિહોરીમાં મોડીસાંજે એક વેપારીની 4 લાખ રૂપિયા ભરેલી બેગ ઝુંટવી લુંટારૂઓ ફરાર થઇ ગયા હતા. સોમવારે વેપારી દુકાન બંધ કરી નીકળતા હતા તે વખતે ઘટના બનતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા બાજુના વેપારી બાઇક લઇ લુંટારૂઓ પાછળ ગયા હતા પરંતુ ત્યા સુધી તેઓ પલાયન થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા શિહોરી પોલીસે ઘટના સ્થળે પહોંચી લુંટારૂઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં લુંટનો બનાવ બન્યો છે. હસમુખભાઈ દલસુખરામ ઠક્કર પોતાની દુકાનમાં કામકાજ પતાવી શટર બંધ કરતા હતા. આ દરમ્યાન અગાઉથી રેકી કરેલ લુંટારૂઓએ અચાનક ત્યાં આવી તેમની 4 લાખ રૂપિયા ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયા હતા. આ ઘટનાથી હેબતાઇ ગયેલા વેપારીએ તાત્કાલિક બીજા વેપારીઓને જાણ કરતા તેઓ બાઇક લઇ લુંટારૂઓ પાછળ ગયા હતા. પરંતુ ત્યા સુધી લુંટારૂઓ ફરાર થઇ જતા વેપારીએ પોલીસ ફરીયાદ કરી છે .

શિહોરીની ભરબજારમાં સોમવારે મોડી સાંજે લુંટની ઘટનાની પંથકના વેપારી આલમમાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર બાબતે વેપારીએ શિહોરી પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ ઉપર પહોંચી હતી. ઘટનાના સીસીટીવી મેળવી શિહોરી પોલીસે લુંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code