લૂંટ@મહેસાણા: મોડી સાંજે વેપારીના ગળામાંથી સોનાનો દોરો લૂંટી બાઇકસવાર ઇસમ ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના મહામારી વચ્ચે મહેસાણામાં ફરી એકવાર લૂંટની ઘટના સામે આવી છે. વિગતો મુજબ મહેસાણામાં રહેતાં વેપારી ગઇકાલે લાખવડથી પોતાના ઘરે આવી રહ્યા હતા. આ દરમ્યાન તેમના બાઇકની પાસે અન્ય એક બાઇક સવાર યુવકે આવી અચાનક ગળામાં પહેરેલ સોનાનો દોરો ખેંચ્યો હતો. અચાનક બનેલી ઘટનાને કારણે ચોંકી ગયેલા વેપારીએ તાત્કાલિક પોતાના
 
લૂંટ@મહેસાણા: મોડી સાંજે વેપારીના ગળામાંથી સોનાનો દોરો લૂંટી બાઇકસવાર ઇસમ ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે મહેસાણામાં ફરી એકવાર લૂંટની ઘટના સામે આવી છે. વિગતો મુજબ મહેસાણામાં રહેતાં વેપારી ગઇકાલે લાખવડથી પોતાના ઘરે આવી રહ્યા હતા. આ દરમ્યાન તેમના બાઇકની પાસે અન્ય એક બાઇક સવાર યુવકે આવી અચાનક ગળામાં પહેરેલ સોનાનો દોરો ખેંચ્યો હતો. અચાનક બનેલી ઘટનાને કારણે ચોંકી ગયેલા વેપારીએ તાત્કાલિક પોતાના બાઇક પર લૂંટારૂનો પીછો કર્યો હતો. જોકે લૂંટારૂ બાઇકસવાર ગણતરીની મીનિટોમાં નાસી ગયો હોઇ સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા તાલુકાના લાખવડ-કુકસ રોડ પર વેપારીની સોનાની ચેન લૂંટાઇ હોવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ શહેરના ગાયત્રીમંદીર રોડ પર રહેતાં અનીકેતકુમાર વિપુલકુમાર વાણીયા પ્લાસ્ટકી રીસાયકલિંયની દુકાન ધરાવી વેપાર કરે છે. ગઇકાલે સાંજના સમયે તેઓ પોતાની દુકાનેથી ઘરે પોતાના બાઇક પર પરત ફરી રહ્યા હતા. આ દરમ્યાન લાખવડથી કુકસ વચ્ચે કોઇ અજાણ્યો ચોર ઇસમ પોતાના બાઇક પર આવી વેપારીના ગળામાંથી સોનાનો દોરો ખેંચ્યો હતો. જેમાં સોનાની ચેન-રૂદ્રાક્ષની માળા આશરે અઢી તોલાની કિં.રૂ.1,25,000ની લૂંટી ઇસમ નાસી છુટ્યો હતો.

લૂંટ@મહેસાણા: મોડી સાંજે વેપારીના ગળામાંથી સોનાનો દોરો લૂંટી બાઇકસવાર ઇસમ ફરાર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગળામાંથી સોનાનો દોરો ખેંચાતાં જ વેપારીએ તાત્કાલિક બાઇક સવાર ઇસમનો પીછો કર્યો હતો. જોકે તે ઇસમ પહેલા મહેસાણા તરફ ભાગી આગળ કટ આવતાં ત્યાથી બાઇક પાછુ વાળી ફરી લાખવડ તરફ ભાગ્યો હતો. જેથી વેપારીએ ફરી તેનો પીછો કરવા છતાં ઇસમ મળી આવ્યો ન હતો. સમગ્ર મામલે વેપારીએ અજાણ્યાં ઇસમ વિરૂધ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે આઇપીસી કલમ 379(A)(3)મુજબ ગુનો નોંધાવતાં PSI મુકેશભાઇ વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.