આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં જાણે કાયદાના ડર વગર લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. વાવ-ભાભર હાઇવે રોડના એટા નજીક લૂંટની ઘટના સામે આવી છે. જીરૂ વેચી ઘેર આવતાં ખેડૂતનો પીછો કરી બદમાશો પરસેવાની રકમ લુંટી ફરાર થઇ ગયા છે. ખેડુત લુંટાતા નાગરિકો ફિટકાર વરસાવી રહ્યા છે.

વાવ તાલુકાના વાસરડા ગામના ખેડૂત અમરતભાઇ ભાવાભાઈ પટેલ પોતાનું જીરૂ ભાભર માર્કેટયાડમાં વેચી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બપોરે લુખ્ખા તત્વો ભાભરથી સતત બાઇક ઉપર પીછો કરી રહ્યા હતા. એટા નજીક સુમસામ જગ્યા ઉપર આવતાં જ બાઈક રોકાવીને છરી બતાવતા ખેડૂત ગભરાઈ ગયા હતા. બચાવ કરતાં ખેડૂતને ઈજાઓ પહોંચી હતી

જ્યાં એક ઈસમે ખેડૂતના પેટ ઉપર છરીના બે ઘા મારી અંદાજિત 60 હજાર જેટલી રકમ લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે સુઇગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં ઘટના સ્થળે આવી પોલીસે તપાસ હાથ ધરી હતી. સુઇગામ, વાવ અને ભાભર તાલુકાઓમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે લુખ્ખા તત્વોને જાણે કાયદાનો કોઈ ડર ના હોય તેમ ધોળા દિવસે લૂંટ ચલાવી રહ્યા છે. જેની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code