લૂંટ@સિધ્ધપુર: છરી બતાવી આંગડીયા કર્મચારી પાસેથી 6.84 લાખના દાગીના પડાવી ઇસમો ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર સિધ્ધપુરમાં વહેલી સવારે આંગડીયા પેઢીનો કર્મચારી છરીની અણીએ લૂંટાયો હોવાની ઘટનાથી હડકંપ મચી ગયો છે. આજે સવારે સ્થાનિક આંગડીયા પેઢીનો કર્મચારી દેથળી ચારરસ્તા પાસે સોનાના દાગીના અને હીરાનું પાર્સલ લઇ પેઢી તરફ જઇ રહ્યો હતો. આ દરમ્યાન કારમાં આવેલા ચારેક ઇસમોએ છરી બતાવી તેને લૂંટી લીધો હતો. જે બાદમાં કારમાં
 
લૂંટ@સિધ્ધપુર: છરી બતાવી આંગડીયા કર્મચારી પાસેથી 6.84 લાખના દાગીના પડાવી ઇસમો ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

સિધ્ધપુરમાં વહેલી સવારે આંગડીયા પેઢીનો કર્મચારી છરીની અણીએ લૂંટાયો હોવાની ઘટનાથી હડકંપ મચી ગયો છે. આજે સવારે સ્થાનિક આંગડીયા પેઢીનો કર્મચારી દેથળી ચારરસ્તા પાસે સોનાના દાગીના અને હીરાનું પાર્સલ લઇ પેઢી તરફ જઇ રહ્યો હતો. આ દરમ્યાન કારમાં આવેલા ચારેક ઇસમોએ છરી બતાવી તેને લૂંટી લીધો હતો. જે બાદમાં કારમાં બેસી અજાણ્યાં ઇસમો નાસી છુટ્યાં હોઇ કર્મચારીએ શેઠને જાણ કરી તપાસ કરતાં કુલ 6.84 લાખનો મુદ્દામાલ ભરેલ બેગ લૂંટાઇ હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે કર્મચારીએ અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ સિધ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુરમાં આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. બ્રાહ્મણવાડાના કનુભાઇ સોમાભાઇ પટેલ 15 વર્ષથી સિધ્ધપુર મારૂતિ કોમ્પ્લેક્ષ ખાતે આવેલ પટેલ જયંતિભાઇ સોમાભાઇની આંગડીયા પેઢીમાં નોકરી કરે છે. તેઓ પેઢીના જે પાર્સલ અમદાવાદથી આવે તે લાવવા-લઇ જવાનું કામ કરે છે. આજે સવારે તેઓ અમદાવાદથી આવેલા પાર્સલ લેવા દેથળી ચાર રસ્તા ગયા હતા. જ્યાં તેમની ગલીમાં આવેલ અન્ય પેઢીના કર્મચારી રાજેન્દ્રસિંહ રાજપૂત પણ સાથે હતા. જેથી કારમાંથી બંને પોત-પોતાના પાર્સલ લઇ લીધા હતા. જોકે કનુભાઇએ રસ્તો ક્રોસ કર્યા બાદ રાજેન્દ્રસિંહ વાહનોની અવર-જવરને કારણે ત્યાં જ રોકાયા હતા.

લૂંટ@સિધ્ધપુર: છરી બતાવી આંગડીયા કર્મચારી પાસેથી 6.84 લાખના દાગીના પડાવી ઇસમો ફરાર

આ દરમ્યાન કનુભાઇ પોતાની એક્ટિવા પાસે પહોંચતાં જ સેન્ટ્રો જેવી કારમાં ચારેક ઇસમો આવી ચડ્યા હતા. જ્યાં છરી બતાવી કનુભાઇને કહેલ કે, થેલો લાવ. જોકે છરી જોઇને ડરી ગયેલ કનુભાઇએ થેલો આપી દેતાં ઇસમોએ કહેવા લાગેલ કે, બીજો ક્યાં ગયો ? જોકે રાજેન્દ્રસિંહ રાજપુત થોડેક દૂર હોઇ તેમની પાસે રહેલ આંગડીયા પેઢીનો થેલો લઇ ભાગી ગયા હતા. જે બાદમાં ઇસમો સિધ્ધપુર બાજુ ક્યાંક ગલીઓમાં થઇ રફુચક્કર થઇ ગયા હતા. વહેલી સવારે બનેલી ઘટના બાદ કનુભાઇએ પોતાના શેઠને તાત્કાલિક ફોન કરી બનાવની જાણ કરતાં તેઓ આવી પહોંચ્યાં હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સિધ્ધપુરમાં આંગડીયા કર્મચારી પાસેથી છરીની અણીએ સોનાના દાગીના અને હીરા ભરેલ બેગની લૂંટની ઘટનાને લઇ હડકંપ મચી ગયો છે. આંગડીયા પેઢીના કર્મીએ શેઠને વાત કરતાં તપાસ કરતાં ખબર પડી હતી કે, પાર્સલમાં સોનાના દાગીના અને હીરા મળી કુલ કિ.રૂ.6,84,030નો મુદ્દામાલ હતો. જેથી કર્મીએ પોતાના શેઠને સાથે રાખી અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ સિધ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ આઇપીસી 392, 397, 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ પીઆઇ ચિરાગ ગોસાઇ ચલાવી રહ્યા છે.