લૂંટ@સુરત: SBI બેંકમાં કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવી 50 લાખ લઈ લૂંટારુઓ ફરાર

 
બેન્ક
સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લૂંટારુઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના વરાછા વિસ્તારમાં આજે સોમવારે ધોળાદિવસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં મોટી લૂંટની ઘટના સામે આવી છે. ચાર હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને બેંકમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા, અને અંદાજે 50 લાખની મત્તાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ બપોરના સમયે ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સો હથિયાર સાથે બેન્કમાં ઘૂસી ગયા હતા. જ્યાં તેમણે ફિલ્મી ઢબે બંદૂકની અણીએ કર્મચારીઓને ધાક ધમકી આપી બેંકના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી હતી. જે બાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક બેન્કે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લૂંટારુઓની ઓળખ કરી તેમને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.