file photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

તાજેતરમાં માઉન્ટ આબુમાં મોજ કરવા ગયેલા કથિત પ્રેમી યુગલને શોધવા બનાસકાંઠા વનવિભાગમાં ઉચાટ વધી ગયો છે. બીટ ગાર્ડથી લઇ ડીસીએફ કચેરીમાં રોમેન્ટિક કર્મચારીઓની ચર્ચા વધી ગઈ છે. આલા અધિકારીઓ પણ વહીવટી ફરજોના નિયમો ધ્યાનમાં રાખી કથિત યુગલ મુદ્દે મથામણમાં લાગ્યા છે.

બનાસકાંઠા વનવિભાગની રોમેન્ટિક કહાની શોધવા યુવાથી લઇ વયસ્ક કર્મચારીનેઓમા ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. સમગ્ર મામલો નાયબ વન સંરક્ષક કચેરી સુધી પહોંચી ગયો છે. જેથી કથિત પ્રેમી યુગલ (કર્મચારી)એ રજા લીધી હતી કે કેમ ? જવાબદારી અંગે કોઈ વિક્ષેપ થયો હતો કે કેમ ? તેઓની પ્રવૃત્તિઓ સામે જોગવાઈઓ શું કહે છે ? તે સહિતના સવાલો ઉભા થયા છે.

college danodarada

કર્મચારીના ખાનગી સંબંધ સામે વનવિભાગને કોઈ અસર થાય છે કે નહિ તે સાથે કથિત પ્રેમી યુગલ કોણ છે તે શોધવા બનાસકાંઠા વન આલમમાં મથામણ તેજ બની છે.

કેવી રીતે વાત લીક થઈ ?

હકીકતે બનાસકાંઠા વનવિભાગના કથિત પ્રેમી યુગલ માઉન્ટ આબુ ફરવા ગયા તે દરમિયાન અન્ય વન કર્મચારીઓ પણ આબુ મોજ કરવા ગયા હતા. સંજોગોવસાત મોજ કરવા ગયેલી વન કર્મીઓની ટુકડી પોતાના વન ખાતાના પ્રેમી યુગલને જોઈ ગઇ હતી. આથી વાત વાયુવેગે ઉત્તર ગુજરાત વન આલમમાં પ્રસરી ગઇ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code