આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

પોલીસ સ્ટેશનમાં મહિલા કર્મચારીનો ડાન્સ કરતો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. વાયરલ વિડીયોમાં દેખાતી મહિલા મહેસાણાના લાંઘણજ પોલીસ મથકની કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યુ છે. પોલીસ સ્ટેશનમાં પુછપરછ કરતા મહિલા કર્મચારી રજા ઉપર હોવાનું જણાવ્યુ હતુ. મહિલા કોન્સ્ટેબલ પોલીસ વિભાગમાં નવી ભરતીમાં આવી હોવાથી TikTok દ્વારા વિડીયો બનાવી દીધો હોવાનું મનાય છે.

બુધવારે બપોરે અચાનક સોશિયલ મિડીયામાં રૂપાળી દેખાતી મહિલાનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં પાછળના દ્રશ્યોમાં પોલીસ સ્ટેશન હોવાનું જણાતા દોડધામ મચી ગઇ છે. સમગ્ર મામલે તપાસ કરતા મહેસાણા જીલ્લા પોલીસની મહિલા કોન્સ્ટેબલનો વિડીયો હોવાનું સામે આવ્યુ છે. અર્પિતા ચૌધરી નામની મહીલા કોન્સ્ટેબલ છેલ્લા કેટલાક સમયથી મહેસાણાના લાંઘણજ પોલીસ મથકમાં ફરજ બજાવે છે.

અર્પિતા ચૌધરીએ પોલીસ સ્ટેશનમાં સાદા ડ્રેસમાં હીન્દી ફીલ્મમાં ગીત ઉપર એકદમ ટુંકો વિડીયો બનાવી દીધો હતો. TikTok મારફત મહિલા કોન્સ્ટેબલનો વિડીયો ગણતરીની મિનીટોમાં વાયરલ થઇ જતાં યુવાનોમાં રોમાંચ વધી ગયો હતો. સમગ્ર મામલે મહેસાણા ડીવાયએસપી મંજીતા વણઝારાએ તપાસનો આદેશ કરી પોલીસ સ્ટેશન અને મહિલાની ઓળખ કરવા દોડઘામ શરૂ કરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, TikTokમાં વાયરલ થયેલા વિડીયોને પગલે મહિલા અર્પિતા ચૌધરી મુંઝવણમાં મુકાઇ ગયા છે. પોલીસ વિભાગ ઘ્વારા કર્મચારીની ફરજો અને શિસ્ત બાબતે કોઇ પગલાં ભરવામાં આવશે કે કેમ તેને લઇ આશંકાઓ વધી છે. જોકે, હાલ તો મહિલા પોલીસનો વિડીયો જોઇ એકબીજાને મોકલવામાં આવી રહયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code