આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

પાટણ નજીકની ખાનગી કોલેજમાં સંચાલક અને ક્લાર્કનું ઇલુ ઇલુ ચરમસીમાએ પહોંચ્યું છે. પ્રેમમા સેવાના ભાગરૂપે સંચાલક કોલેજની સ્વરૂપવાન મહિલા ક્લાર્કને લેવા અને મુકવા જાય છે. આ સાથે રંગરેલિયા મનાવવા બહાર ન જવું પડે તે માટે કોલેજમાં જ બેડ પલંગ વસાવી લીધો છે. બંને વચ્ચેના પ્રેમથી કોલેજમાં વસંતઋતુ પુરબહારમાં ખીલી ઉઠી છે.

પાટણ જિલ્લામાં શૈક્ષણિક સ્નાતકની એક ખાનગી કોલેજ આવેલી છે. જેમાં સ્વરૂપવાન મહિલા ક્લાર્ક સાથે સંચાલકને પ્રેમ સંબંધ બંધાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. સંચાલક પરણિત અને થોડા ઉંમરલાયક જ્યારે મહિલા ક્લાર્ક અપરણિત છે. જોકે બંને કોલેજમાં રોજેરોજ મળતા હોવાથી યેનકેન પ્રકારે બંને એકબીજાની નજીક આવી ગયા છે. કોલેજનો સ્ટાફ પૈકી કેટલાક પોતાના વાહનમાં તો કેટલા ખાનગી વાહનમાં આવ-જા કરે છે જ્યારે સ્વરૂપવાન મહિલા ક્લાર્કને સંચાલક પોતાની ગાડીથી લેવા-મૂકવા જાય છે. આ સાથે સંચાલકને બહાર રંગરેલિયા મનાવવા મુશ્કેલી પડતી હોવાથી કોલેજમાં વ્યવસ્થા ગોઠવી છે. સંચાલકે  કોલેજમાં જ બેડપલંગ વસાવી લીધો હોવાથી સમયની અનુકૂળતા મુજબ બંને ધીંગામસ્તી કરી રહ્યા છે. સંચાલકના સબંધો હોવાથી મહિલા ક્લાર્ક  સમક્ષ કોલેજોનો સ્ટાફ નતમસ્તક બની ગયો છે.

કોલેજમાં સ્વરૂપવાન ક્લાર્ક દબંગ બન્યા

સંચાલક અને સ્વરૂપવાન મહિલા ક્લાર્કના સંબંધોની જાણ કોલેજના સ્ટાફને છે. આથી હવે મહિલા ક્લાર્ક પણ રોફ જમાવી નીતિ-નિયમોમાં કડકાઈ લાવી દીધી છે. સંચાલકે કોલેજમાં બાજનજર રાખવા માટે જાણે મહિલા ક્લાર્કને જવાબદારી આપી હોય તેવા વાતાવરણ વચ્ચે સ્ટાફ પણ મજબૂરીની ભૂમિકામાં આવી ગયો છે.

20 Sep 2020, 11:39 AM (GMT)

COVID-19 Global Stats

31,218,129 Total Cases
964,727 Death Cases
22,814,150 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code