નિયમો@પરિવહનઃ ડિજિટલ દસ્તાવેજો સામે પોલીસને દંડની સત્તા નથી

અટલ સમાચાર, ડેસ્ક કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હિ્કલ અધિનિયમમાં ફેરફાર કર્યા બાદ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. દંડની રકમમાં 10 ગણો વધારો કરાયો હતો. લોકોમાં આક્રોશ જોતા આખરે ગુજરાત સરકારે દંડની રકમમાં ઘટાડો કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો 16મી સપ્ટેમ્બરથી અમલમાં આવી જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કેન્દ્ર
 
નિયમો@પરિવહનઃ ડિજિટલ દસ્તાવેજો સામે પોલીસને દંડની સત્તા નથી

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હિ્કલ અધિનિયમમાં ફેરફાર કર્યા બાદ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. દંડની રકમમાં 10 ગણો વધારો કરાયો હતો. લોકોમાં આક્રોશ જોતા આખરે ગુજરાત સરકારે દંડની રકમમાં ઘટાડો કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો 16મી સપ્ટેમ્બરથી અમલમાં આવી જશે.

નિયમો@પરિવહનઃ ડિજિટલ દસ્તાવેજો સામે પોલીસને દંડની સત્તા નથી
file photo

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારે નવા કાયદામાં સુધારો વધારો કરવા માટેની સત્તા રાજ્ય સરકારને આપી હતી. રાજ્યની હાઇપાવર કમિટીએ નક્કી કર્યુ છે કે, કેટલાક ગુનામાં દંડની રકમમાં રાહત આપવામાં આવશે. જ્યારે પોલીસ કે આરટીઓ અધિકારી જરૂરી દસ્તાવેજો માંગે ત્યારે તમારે હાર્ડ કોપી જ આપવી જરૂરી નથી. દરેક દસ્તાવેજો ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપના કોઈ પણ માધ્યમથી રજૂ કરી શકાશે. ડિજિટલ દસ્તાવેજો સામે પોલીસ દંડ કરી શકશે નહીં.

નવા નિયમો મુજબ આટલો દંડ થશે:

નવા નિયમોઃ

– લાયસન્સ, વીમો, PUC, R.C. બુક ન હોય તો પ્રથમ વખત રૂ.500 દંડ
– લાયસન્સ, વીમો, PUC, R.C. બુક ન હોય તો બીજી વખત રૂ.1000 દંડ
– અડચણરૂપ પાર્કિંગ પ્રથમ વખત રૂ.500, બીજી વખત રૂ.1000 દંડ
– કાચ પર ડાર્ક ફિલ્મમાં પ્રથમ વખત રૂ.500, બીજી વખત રૂ.1000

-ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પ્રથમ વખત રૂ.500, બીજી વખત રૂ.1000
– હેલ્મેટ ન પહેર્યું હોય તો રૂ.500 દંડ
– સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો રૂ. 500નો દંડ
-બાઈક પર 3 સવારી રૂ.100 દંડ
-ભયાનક રીતે વાહન ચલાવવું થ્રી વ્હીલર રૂ.1500, LMV રૂ.3000 દંડ
-ઓવરસ્પીડમાં ટુ, થ્રી વ્હીલર અને ટ્રેક્ટરને રૂ.1500 દંડ
-ઓવરસ્પીડમાં લાઈટ મોટર વ્હીકલને રૂ. 2000, બીજી વખત  રૂ.4000નો દંડ
-લાયસન્સ વગર ટુ અને થ્રી વ્હીલરને રૂ.2000, ફોર વ્હીલરને રૂ.3000 દંડ
-રજિસ્ટ્રેશન વગરના વાહનને ટુ વ્હીલરમાં રૂ.1000, થ્રી વ્હીલર 2000
-રજિસ્ટ્રેશન વગરના ફોર વ્હીલરને 3000, બીજી વખત રૂ.4000 દંડ