ગજબઃ વેવાઈ-વેવાણ તેમના દીકરા-દીકરીના લગ્ન પહેલા ભાગી ગયા

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં 1 મહિના પછી જે છોકરા-છોકરીના લગ્ન હતા તે છોકરાના પિતા તેની થનાર પત્નીની માતા સાથે ભાગી ગયાનો કિસ્સો સામે આવ્યો છે. વરરાજાના પિતા અને દુલ્હનની માતાને પોતાના યુવાનીના દિવસોનો પ્રેમ યાદ આવી જતાં તેઓ 10 જાન્યુઆરીએ કથિત રીતે ફરાર થઈ ગયા, જેના કારણે બે યુવાહૈયાનું મિલન થતાં-થતાં રહી ગયું. વરરાજાના 48
 

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં 1 મહિના પછી જે છોકરા-છોકરીના લગ્ન હતા તે છોકરાના પિતા તેની થનાર પત્નીની માતા સાથે ભાગી ગયાનો કિસ્સો સામે આવ્યો છે. વરરાજાના પિતા અને દુલ્હનની માતાને પોતાના યુવાનીના દિવસોનો પ્રેમ યાદ આવી જતાં તેઓ 10 જાન્યુઆરીએ કથિત રીતે ફરાર થઈ ગયા, જેના કારણે બે યુવાહૈયાનું મિલન થતાં-થતાં રહી ગયું. વરરાજાના 48 વર્ષીય પિતા અને દુલ્હનની 46 વર્ષીય માતાને છેલ્લા 10 દિવસથી કોઈ ભાળ મળી નથી.

વરરાજાના પિતા કતરગામના રહેવાસી છે જેઓ છેલ્લા કેટલાક દિવસથી ગાયબ થઇ ગયા છે. જ્યારે દુલ્હનની માતા નવસારીમાં રહે તેઓ પણ પોતાના ઘરથી ગાયબ છે. બંને ભાગી ગયા હોવાની આશંકાઓ વ્યક્ત કરાઈ છે, જેના કારણે બંનેના પરિવારના સભ્યો પણ ક્ષોભજનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. બંનેના પરિવારે પોલીસ સમક્ષ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહત્વનું છે કે સગાઈ થયા બાદ છેલ્લા એક વર્ષથી યુવક અને યુવતી લગ્નની તૈયારી કરી રહ્યા હતા. તેઓ એક જ સમાજના હોવાથી સગાઈ કરતા પહેલા બંનેના પરિવારની મુલાકાત કરાવવામાં આવી હતી. જો કે, લગ્નની એક મહિનાની વાર હતી ત્યાં જ વરરાજાના પિતા અને દુલ્હનની માતા ભાગી જતાં બધા ચોંકી ગયા હતા.

વરરાજાના પિતા ટેક્સટાઈલ બિઝનેસમેન છે સાથે તેઓ પોલિટિકલ પાર્ટીના સભ્ય પણ છે. અને તેઓ 10 જાન્યુઆરીએ ગાયબ થયા હતા. તેઓ અને દુલ્હનની માતા યુવાનીના દિવસોથી જાણતા હતા. તેઓ કતારગામ વિસ્તારમાં પાડોશીઓ હતા અને સારા મિત્રો પણ બની ગયા હતા. તેમ જાણવા મળ્યું છે. ‘તેઓ એક સોસાયટીમાં રહેતા હતા તેથી એકબીજાને ઓળખતા હતા. આ મામેલ તેમના કેટલાક નજીકના મિત્રોએ તેઓ ભૂતકાળમાં રિલેશનમાં પણ રહ્યા હોવાની જાણકારી આપી હતી.