અફવાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી 30,000 કરોડમાં વેચવાનું છે, જાહેરાત કરનાર સામે ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડિયા, નર્મદા જિલ્લામાં આવેલું છે. વર્ષ 2019માં પીએમ મોદીનાં હસ્તે આનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ત્યારથી જ આ સ્થળ દેશ અને વિદેશનાં લોકો માટે નવું પ્રવાસન સ્થળ બની ગયું છે. હાસૉલ કોરોના વાયરસનાં કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ બંધ કરી દેવામાં આવ્યું છે. FIR lodged against unknown person in
 
અફવાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી 30,000 કરોડમાં વેચવાનું છે, જાહેરાત કરનાર સામે ફરિયાદ

અટલ સમાચાર, ડેસ્ક

સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડિયા, નર્મદા જિલ્લામાં આવેલું છે. વર્ષ 2019માં પીએમ મોદીનાં હસ્તે આનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ત્યારથી જ આ સ્થળ દેશ અને વિદેશનાં લોકો માટે નવું પ્રવાસન સ્થળ બની ગયું છે. હાસૉલ કોરોના વાયરસનાં કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

દેશ સહિત રાજ્યમાં સામાન્ય માણસથી લઇને નેતાઓ અને તંત્ર કોરોના વાયરસ સામે પોત પોતોની રીતે લડી રહ્યું છે. કોઇ રૂપિયાથી દાન કરે છે તો કોઇ કર્મ દાન કરે છે અને બધા ઘરમાં રહીને કોરોનાનો સામનો કરે છે. ત્યારે રાજ્યનાં કોઇ અજાણ્યા માણસે કોરોના સામે લડવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 30,000 કરોડ રૂપિયામાં વેચવાની ઓનલાઇન જાહેરાત કરાતા તેની પર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અજાણ્યા વ્યક્તિએ ઓનલાઇન જાહેરાતમાં લખ્યું છે કે, ‘સરકાર Covid-19 સામે લડવા માટે જરૂરી હૉસ્પિટલ્સ અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી શકે તે માટે નાણાંની જરૂર છે. તેની પૂરતી માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વેચવાનું છે.’ આ જાહેરાત કરનારા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. આ ઓનલાઇન જાહેરાત વાયરલ થતા લોકોએ આવી મશ્કરી કરનારની ઘણી નિંદાની સાથે મશ્કરી પણ કરી રહ્યાં છે.