વિજય રૂપાણીજી એક લટાર પાલનપુર બસસ્ટેન્ડમાં પણ મારજો: સ્વચ્છતાના ધજીયા ઉડી રહ્યા છે
વિજય રૂપાણીજી એક લટાર પાલનપુર બસસ્ટેન્ડમાં પણ મારજો: સ્વચ્છતાના ધજીયા ઉડી રહ્યા છે

અટલ સમાચાર,  વડગામ

પાલનપુર શહેરને મુખ્યમંત્રીના આગમનને લઈ નવોઢાની જેમ શણગારાયુ છે. જોકે શહેરનાં એસટી સ્ટેન્ડમાં આવેલા શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ નિહાળવા આવેલ મુસાફર જનતા ગંદકીથી ત્રાહીમામ પોકારી ઉઠી છે.

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવાની હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી તૈયારીઓ શરુ થઇ છે. વિવિધ વિસ્તારોમાં લાઇટીંગો તેમજ ચિત્રો દોરી તેમજ માર્ગોની સફાઇ કરીને પાલનપુરને જાણે કલરફૂલ બનાવવામાં આવી રહ્યું છે.એસ

એસટી ડેપોમાં આવેલા શૌચાલય અને બાથરૂમમાં જતાં જ માથુ ફાટી જાય તેવી બદબુ આવે છે. સ્વચ્છતામાં અભાવના કારણે મુસાફરોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્રારા છેલ્લા કેટલાય સમયથી પાલનપુરને શણગારવાના ભાગરુપે શહેરના જાહેર રસ્તાઓ ચોખ્ખા ચણાટ કરાયા છે. જોકે એસટી ડેપોમાં આવેલા શૌચાલયની સફાય કયારે થશે તેવા સવાલો મુસાફર જનતા પૂછી રહી છે.

આ બાબતે એસ. ટી. તંત્રને સ્વચ્છતા અભિયાનનુ જ્ઞાન ના હોવાનુ જાહેર જનતામાં ચર્ચાઈ રહ્યુ છે.