રશિયાના દરિયા કિનારે બે જહાજોમાં આગઃ7 ભારતીયો સહિત 11 નાવિકના મોત

અટલ સમાચાર, ડેસ્ક રશિયાને ક્રીમિયાથી અલગ કરનારી કેર્ચ સ્ટ્રેટમાં બે જહાજોમાં આગ લાગી ગઈ છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. મીડિયામાં આવેલા અહેવાલો મુજબ આ જહાજોના ચાલક દળના સભ્યોમાં ભારત, તુર્કી અને લીબિયાના નાગરિક સામેલ હતા. આ પૈકી 7 ભારતીય નાવિકના મોત થવાના પણ અહેવાલ છે. આ આગ રશિયા
 
રશિયાના દરિયા કિનારે  બે જહાજોમાં આગઃ7 ભારતીયો સહિત 11 નાવિકના મોત

અટલ સમાચાર, ડેસ્ક

રશિયાને ક્રીમિયાથી અલગ કરનારી કેર્ચ સ્ટ્રેટમાં બે જહાજોમાં આગ લાગી ગઈ છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. મીડિયામાં આવેલા અહેવાલો મુજબ આ જહાજોના ચાલક દળના સભ્યોમાં ભારત, તુર્કી અને લીબિયાના નાગરિક સામેલ હતા. આ પૈકી 7 ભારતીય નાવિકના મોત થવાના પણ અહેવાલ છે.

આ આગ રશિયા સીમાના જળક્ષેત્રની પાસે સોમવારે લાગી હતી. બંને જહાજો પર તંજાનિયાના ધ્વજ લહેરાઈ રહ્યા હતા. તેમાંથી એક લિક્વિફાઇડ નેચરલ ગેસ જઈને જઈ રહ્યુ હતું. જ્યારે બીજું તેલ ટેન્કર હતું.  આગ ત્યારે લાગી જ્યારે બંને જહાજો એક-બીજા સાથે ઇંધણ ટ્રાન્સફર કરી રહ્યા હતા.

રશિયન ન્યૂઝ એજન્સી તાસે મેરિટાઇમ અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે બે માંથી એક જહાજ કેન્ડીમાં ચાલક દળના 17 સભ્યો હતા જેમાં 9 તુર્કી નાગરિક તથા 8 ભારતીય નાગરિક હતા. બીજા જહાજ માઇસ્ટ્રોમાં 7 તુર્કી નાગરિક, 7 ભારતીય નાગરિક અને લીબિયાના એક ઇન્ટર્ન સહિત ચાલક દળના 15 સભ્ય સવાર હતા.

આ તરફ રશિયન ટેલીવિઝન ચેલને જણાવ્યું કે ઓછામાં ઓછા 11નાં મોત થયા છે. એજન્સીના એક પ્રવક્તાએ જણાવ્યું કે, માનવામાં આવી રહ્યું છે કે એક વિસ્ફોટ થયો (એક જહાજમાં). બાદમાં તે આગ બીજા જહાજમાં પણ ફેલાઈ. રેસ્ક્યૂ બોટ ઘટનાસ્થળે પહોંચી રહી છે. લગભગ ત્રણ ડઝન નાવિક જહાજ પરથી કૂદીને બચવામાં સફળ રહ્યા. અત્યાર સુધી 12 લોકોને સમુદ્રમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. 9 નાવિકનો હજુ પણ પત્તો મળ્યો નથી.