sevasetu1
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે કાંકરેજ તાલુકાના રુવેલ ગામે યોજાઈ ગયો. તેમજ આ કાર્યક્રમમાં આજુબાજુના તેરવાડા, માંડવા, વરસડા, નસરતપુરા, કાશીપુરા, ઈસરવા, ચેલવા, ફતેપુરા ગામોનો પણ સમાવેશ કરાયો હતો.

sevasetuકાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ જણાવેલ કે રાજ્ય સરકારે ખેડૂતો માટે નર્મદા નદી દ્વારા  ખેડૂતના ખેતર સુધી પાણી વ્યવસ્થા તેમજ પીવાના પાણીની પણ વ્યવસ્થા સુઆયોજીત કરી છે. આ ઉપરાંત યુવાઓ-બેરોજગારો અને શિક્ષણમાં સુધારાવાદી કાર્યો કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય, ભાજપ મહામંત્રી, કુસુમબેન પ્રજાપતિ-ટીડીઓ, કાંકરે મામલતદાર સજ્જનસિંહ ચાૈહાણ, તાલુકા ભાજપ પ્રમુખ ડાહ્યાભાઈ, નાયબ ટીડીઓ, અનીલ ત્રિવેદી, લક્ષ્મીરામજોષી ડેલીકેટ, સરપંચ સહિત શાળાનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code