દબંગ નિર્ણય: આચાર સંહિતા વચ્ચે સાબર ડેરીએ દુધના ભાવ વધારી દીધા

અટલ સમાચાર, હિંમતનગર સામાન્ય ચૂંટણીને લઇ દેશભરમાં આદર્શ આચારસંહિતા અમલમાં છે. આ દરમિયાન સાબરડેરીએ દૂધના ભાવ વધારી દબંગ નિર્ણય લીધો છે. પશુપાલકોને રાજી કરી દૂધ સંઘને આર્થિક રીતે સધ્ધર કરવા લીધેલા નિર્ણયથી વહીવટી તંત્રને વિચાર કરવા જેવી નોબત આવી છે. મહેસાણા ડેરીના આવા નિર્ણયથી અગાઉ નોડલ ઓફિસરે નોટિસ ફટકારી છે. સાબર દૂધસંઘે સરેરાશ દોઢ લાખ
 
દબંગ નિર્ણય: આચાર સંહિતા વચ્ચે સાબર ડેરીએ દુધના ભાવ વધારી દીધા

અટલ સમાચાર, હિંમતનગર

સામાન્ય ચૂંટણીને લઇ દેશભરમાં આદર્શ આચારસંહિતા અમલમાં છે. આ દરમિયાન સાબરડેરીએ દૂધના ભાવ વધારી દબંગ નિર્ણય લીધો છે. પશુપાલકોને રાજી કરી દૂધ સંઘને આર્થિક રીતે સધ્ધર કરવા લીધેલા નિર્ણયથી વહીવટી તંત્રને વિચાર કરવા જેવી નોબત આવી છે. મહેસાણા ડેરીના આવા નિર્ણયથી અગાઉ નોડલ ઓફિસરે નોટિસ ફટકારી છે.

સાબર દૂધસંઘે સરેરાશ દોઢ લાખ લિટર દૂધની ઘટનો પ્રશ્ન નિવારવા દબંગ નિર્ણય લીધો છે. આદર્શ આચારસંહિતા અમલમાં છતાં દૂધ સંઘના સત્તાવાળાઓએ પ્રતિકિલો ફેટે દૂધનો ભાવ વધારો જાહેર કર્યો છે. જેને પગલે પશુપાલકો ખુશ થયા પરંતુ ચૂંટણીતંત્રને આદર્શ આચારસંહિતાના નિયમો જોવાની ફરજ પડી છે.

આ અંગે સાબરડેરીના એમડીએ જણાવ્યું હતું કે આર્થિક નુકશાન નિવારવા ભાવ વધારો કરવો જરૂરી હતો. અમે નિર્ણય બરાબર કર્યો છે. આ તરફ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું હતું કે નિર્ણય અંગેની વિગતવાર માહિતી જ્યારે આવશે‌ ત્યારે નિયમ અનુસાર થશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે મહેસાણાની દૂધસાગર ડેરીએ પણ ભાવ વધારો કર્યો હોવાથી ચૂંટણીના નોડલ અધિકારી નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. આવી સ્થિતિમાં ચૂંટણીપંચને માટે બંને દૂધસંઘના નિર્ણય અંગે જોગવાઈઓનો અભ્યાસ કરવા સહિતની પ્રક્રિયા કરવાની થશે.