સાબરડેરીઃ5 હજાર કરોડનો કારોબાર કબજે કરવા સફળ થઈ વિકાસ પેનલ

અટલ સમાચાર, હિંમતનગર સાબરકાંઠા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીને અંતે ફરી એકવાર વિકાસ પેનલે જીત મેળવી છે. અગાઉ 12 બેઠકો બિનહરીફ થયા બાદ ચાર બેઠકો વચ્ચે એક જ પાર્ટીની વિચારધારા વાળા બે જૂથ વચ્ચે સત્તાની ખેંચતાણ જામી હતી. જોકે 5 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતા દૂધ સંઘ ઉપર ફરીથી જેઠાભાઈ પટેલે સત્તા જમાવી છે. ઉત્તર ગુજરાતના
 
સાબરડેરીઃ5 હજાર કરોડનો કારોબાર કબજે કરવા સફળ થઈ વિકાસ પેનલ

અટલ સમાચાર, હિંમતનગર

સાબરકાંઠા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીને અંતે ફરી એકવાર વિકાસ પેનલે જીત મેળવી છે. અગાઉ 12 બેઠકો બિનહરીફ થયા બાદ ચાર બેઠકો વચ્ચે એક જ પાર્ટીની વિચારધારા વાળા બે જૂથ વચ્ચે સત્તાની ખેંચતાણ જામી હતી. જોકે 5 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતા દૂધ સંઘ ઉપર ફરીથી જેઠાભાઈ પટેલે સત્તા જમાવી છે.

ઉત્તર ગુજરાતના મહત્વના સાબરકાંઠા દૂધ ઉત્પાદક સંઘની 4 બેઠકોના પરિણામ આવી જતા વર્તમાન ચેરમેને સત્તા જાળવી રાખી હોવાનું સામે આવ્યું છે. શરુઆતથી જ દૂધ સંઘમાં ભાજપની વિચારધારામાં માનતા બે આગેવાનો વચ્ચે 5 હજાર કરોડનો કારોબાર કબજે કરવા ખેંચતાણ હતી. વિકાસ પેનલના સર્વેસર્વા મહેશ પટેલ અને જેઠા પટેલ સામે મહેન્દ્ર પટેલ હતા. જોકે, કુલ 16 પૈકી 12 બેઠકો અગાઉ બિનહરીફ થયા બાદ 4 બેઠકો માટે ચૂંટણી જંગ યોજાયો હતો. જેમાં મહેન્દ્ર પટેલની પરિવર્તન પેનલ સામે વિકાસ પેનલે બાજી મારી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા દૂધ ઉત્પાદક સંઘ ઉપર છેલ્લા 10 વર્ષથી ભાજપની વિચારધારા વાળા જૂથનો કબજો છે. ફરીથી ભાજપના સમર્થક ગ્રુપે સત્તા જાળવી રાખતા ઉત્તર ગુજરાતના સરેરાશ 60 ટકા દૂધ ઉત્પાદકો અને બે સંઘોના વહિવટ ઉપર ભાજપના સમર્થકોએ સત્તા બનાવી છે.