સાબરકાંઠાઃકરુણ ઘટના, કાર-એક્ટીવાના અકસ્માત બાદ ચાલક આગમાં લપેટાયો
અટલ સમાચાર, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ચોકડી પાસે કાર અને એક્ટીવા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ સર્જાયેલી કરુણાંતિકા સાંભળી સૌ કોઈના હ્યદય કંપી ઉઠ્યા હતા. કરુણ ઘટનાની મળતી માહિતી અનુસાર પ્રાંતિજના મજરા ચોકડી પાસે બે વાહનોના અકસ્માતમાં આગ લાગી ઉઠી હતી. જે દરમિયાન બન્ને વાહનો આગમાં ભસ્મીભૂત થઈ જવા પામ્યા હતા. તેમજ
Mar 29, 2019, 12:44 IST

અટલ સમાચાર, સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ચોકડી પાસે કાર અને એક્ટીવા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ સર્જાયેલી કરુણાંતિકા સાંભળી સૌ કોઈના હ્યદય કંપી ઉઠ્યા હતા.
કરુણ ઘટનાની મળતી માહિતી અનુસાર પ્રાંતિજના મજરા ચોકડી પાસે બે વાહનોના અકસ્માતમાં આગ લાગી ઉઠી હતી. જે દરમિયાન બન્ને વાહનો આગમાં ભસ્મીભૂત થઈ જવા પામ્યા હતા. તેમજ એક્ટીવા ચાલક પણ આગની લપેટમાં આવી જતા આગમાં વિંટળાઈ જવા પામ્યો હતો. આ ઘટનાને લઈ પોલીસને જાણ કરતાં તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટનાની પુરતી વિગત લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.