આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, હિંમતનગર

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂની હેરાફેરી સાથે સાથે ચરસ-ગાંજાનું અને પોશડોડાની પણ મોટા પ્રમાણમાં હેરાફેરી અને વેચાણ થઈ રહ્યું છે. સાબરકાંઠા એલસીબી પોલીસે વિજયનગર ત્રણ રસ્તા નજીક પસાર થતી ઇનોવા કારમાંથી પ્લાસ્ટિકના કાળા કલરના થેલાઓમાં સંતાડીને ઘુસાડાતો 4.23 લાખના પોશડોડાના જથ્થા સાથે એક શખ્શને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

swaminarayan
advertise

સાબરકાંઠા LCB પી.આઈ.વી.આર.ચાવડા અને તેમની ટીમે જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધરી વાહનોનું ચેકીંગ હાથધરાતા વિજયનગર ત્રણ રસ્તા થી વિજયનગર તરફ જતી નંબર પ્લેટ વગરની ઇનોવા કારને અટકાવી તલાસી લેતા કારના પાછળના ભાગમાં કાળા કલરના પ્લાસ્ટિક થેલા માંથી 248.900 કિલોગ્રામ જથ્થો કિં. રૂ.4,23,130ના જથ્થા સાથે કાર ચાલક ભારુંરામ જોગરામ જાટની ધરપકડ કરી છે.

રાજસ્થાનના એમ.પી સરહદ પરથી ઇનોવા કારમાં પોશડોડાનો જથ્થો ભરી આપનાર પ્રહલાદભાઈ પટેલ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઇનોવા કાર કિં. રૂ. 4,00,000 મળી કુલ મુદ્દામાલ રૂ. 8,23,130 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ઇનોવા કારમાંથી ઝડપાયેલ પોશડોડાનો જથ્થો રાજસ્થાન-મધ્યપ્રદેશ આંતરરાજ્ય સરહદ પરથી ભરી રાજસ્થાનના બાડમેર શહેરમાં લઈ જવાતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code