આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સાબરકાંઠા

ઈડર તાલુકાના કેસરપુરા ગામની અદ્યતન સુવિધાઓ વાળી પ્રાથમિક શાળા કે જ્યા એંક બાળ અભ્યારણ બનાવવામાં આવ્યુ છે. અહીં બાળકોની મરજી પ્રમાણે વિવિધ શૈક્ષણિક પ્રવુતિઓ થાય છે. આ શાળામાં 1થી 8 ધોરણમાં 15 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે.

કોઈ બાળક શાળામાં પુસ્તક લાવવાનુ ભુલી ગયો હોય તો શાળાની તમામ દિવાલો પર વિવિધ સુત્રો, ગણિત- વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃતનું વ્યાકરણ તો આ ઉપરાંત દીમાગ કી બત્તી જલાઓ પણ લખેલ છે. જેને લઈને બાળકો પુસ્તક વગર જ અભ્યાસ પણ કરે છે. તો એક બાળ બેંક પણ છે જેમાં બાળકોએ 1 લાખથી  વધુ રકમ જમા કરી છે.

કેશરપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક્નો ચાર્જ સંભાર્યા પછી બાળ અભ્યારણની શરૂઆત કરવામાં આવી ધીમે ધીમે બાળકો અને શિક્ષકોએ પણ સાથ આપતા આજે શાળા બીજી શાળાઓ કરતા અલગ છે. તો ખાનગી શાળાઓમાંથી પણ 100થી વધુ બાળકો આ પ્રાથમિક શાળામાં આવ્યા છે. કારણ કે આ શાળાનું ભણતર, શાળાનું ગ્રાઉન્ડ, શાળાની વિવિધ પ્રકારની પ્રવૃતીઓ, તો શાળામાં બાળકોને દિવસ દરમિયાન કરવાનું પ્રવૃતીઓનુ પણ એક ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યુ છે.
આ શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ છે અને બળકોને ઘરે પણ જવાનુ મન થતું નથી જેને લઈને બાળકો પણ હંમેશા ખુશ જ રહે છે.
આમ કેશરપુરા પ્રાથમિક શાળાની અનોખી પહેલથી શાળા માં ભણતા બાળકોના આઈકયું લેવલમાં વધારો થવાની સાથે બાળકો પોતાના આરોગ્યનું જાતેજ ધ્યાન રાખવા લાગ્યા છે. જેથી અદ્યતન સુવિધા ધરાવતી ખાનગી શાળાના વિદ્યાથીઓ આ સરકારી શાળામાં આવવા લાગ્યા હોવાથી તાલુકામાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code