આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

કોંગ્રેસની સભામાં નહી જવા માટે કોંગ્રેસના આગેવાને ધમકી આપી હોઈ કોંગ્રેસના જ મહામંત્રીએ ફરિયાદ નોંધાવી

સાબરકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી અગાઉ જ પંથકમાં ગુટબાજી ચરમસીમા પર હોવાનું સામે આવ્યું છે. ગત ૨૯ ડિસેમ્બરે હિંમતનગર નજીક કોંગ્રેસની સભા મળી હતી. જેમા તાલુકા પંચાયતના ઉપપ્રમુખે નહી જવા માટે તાલુકા મહામંત્રીને દબાણ કર્યું હતું. બંને એક જ પાર્ટીના હોવા છતાં ઝગડો એટલા સુધી વધી ગયો હતો કે મહામંત્રીએ તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે.

આગામી લોકસભા ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જે સંદર્ભે સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠકને લઈ હિંમતનગરના ગાંભોઇ નજીક રાજેન્દ્રનગર ચોકડી પાસે સભા બોલાવવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સભા મધુસુદન મિસ્ત્રી પ્રેરિત હોય લોકસભાના અન્ય એક દાવેદારના  સમર્થક દ્વારા સભામાં નહી જવા માટે દબાણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં તાલુકા મહામંત્રી પ્રકાશભાઈ ઉપાધ્યાય મોટી સંખ્યામાં કાર્યકરો લઈ સભામાં દોડી ગયા હતા. જેની અદાવત રાખી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ કોદરભાઇ પટેલે શાબ્દિક ઘર્ષણ કર્યાના આક્ષેપ મહામંત્રીએ કર્યાં હતાં. જેથી શિક્ષક અને કોંગ્રેસ મહામંત્રી પ્રકાશભાઈ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. આ દરમિયાન મહામંત્રીએ પોતાની સાથે ગાળાગાળી કરી લાફો માર્યાની ફરિયાદ નોંધાવી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. જેનાથી પંથકમાં કોંગ્રેસીઓ વચ્ચે ઝઘડાઓ ચરમસીમા પર હોવાનું સામે આવ્યું છે.

સ્થાનિક ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો

તાલુકા મહામંત્રી પ્રકાશ ઉપાધ્યાયે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય અશ્વિન કોટવાલે  સભામાં નહી જવા તનતોડ મહેનત કરાવી હતી. કાર્યકર્તાઓનો સંપર્ક કરી સભામાં નહી જવા પ્રેરિત કર્યા હતા. આ સાથે તેમના પુત્ર યશ કોટવાલે પણ ગાડીઓ ન જાય તે માટે બાજનજર રાખી હતી.આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મણીભાઈ પટેલને વાત કરતાં જણાવ્યું હતું કે સમગ્ર બાબતે મને કોઇ જ ખ્યાલ નથી પરંતુ જો એવી કોઈ બાબત હશે તો તપાસ કરાવી અને પાર્ટી નિયમ મુજબ કાર્યવાહી થશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code