સાબરકાંઠા@ડેરી: દૂધના ભાવમાં રૂ.20નો વધારો કરાતા પશુપાલકોમાં આનંદો

અટલ સમાચાર,હિંમતનગર શનિવારે સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સાબરડેરી દ્વારા ગાય અને ભેંસના દૂધના ભાવમાં વધારો કરાયો છે. શનિવારે મળેલી સાબર ડેરીની બોર્ડ મિટિંગમાં કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. મહત્વનું છે કે, એક મહિનામાં આ બીજી વાર દૂધના ભાવમાં વધારો કરાતાં પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો
 
સાબરકાંઠા@ડેરી: દૂધના ભાવમાં રૂ.20નો વધારો કરાતા પશુપાલકોમાં આનંદો

અટલ સમાચાર,હિંમતનગર

શનિવારે સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સાબરડેરી દ્વારા ગાય અને ભેંસના દૂધના ભાવમાં વધારો કરાયો છે. શનિવારે મળેલી સાબર ડેરીની બોર્ડ મિટિંગમાં કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો.

મહત્વનું છે કે, એક મહિનામાં આ બીજી વાર દૂધના ભાવમાં વધારો કરાતાં પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે-સાથે સાબર દાણમાં પણ 100 રૂપિયાનો વધારો કરાયો છે. કાચામાલનો ભાવ વધતાં આ નિર્ણય લેવાયો છે. અગાઉ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરાયો હતો.
નોંધનીય છે કે, સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના અંદાજે 3 લાખથી વધુ દૂધ ઉત્પાદકો પ્રતિદિન સાબર ડેરીમાં અંદાજે 26.50 લાખ લિટર દૂધ મોકલે છે.