આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, હિંમતનગર

ટેકનોલોજીના જમાનામાં તાજેતરમાં લોન્ચ થયેલી પબજી ગેમ પર સરકારે પ્રતિબંધ મુકયો છે. જુદા-જુદા જીલ્લાના કલેકટરોએ પબજી ગેમને પ્રતિબંધ કર્યાનું જાહેરનામું બહાર પાડયુ છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાંથી પબજી ગેમ રમતા ૭ લોકોની અટકાયત કરવામાં આવી છે.

વધુ વિગત અનુસાર ગુરૂવારે સાબરકાંઠા કલેકટરએ પબજી ગેમનું જાહેરનામું બહાર પાડયુ હતુ. હિંમતનગરના પોલીટેકનિક કોલેજ નજીકની એક હોસ્ટેલમાં 7 વિધાર્થીઓ પબજી ગેમ રમતા હોવાને લઇ પોલીસે તેમની અટકાયત કરી છે. અટકાયત કરાયેલા 7 વિધાર્થીઓ પૈકી 5 સગીર વયના હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે હિંમતનગર બી ડીવીઝન પોલીસે 7 વિધાર્થીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code