આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાને અછતગ્રસ્ત હેઠળ લેવા ખેડૂતોએ ગુરુવારે હલ્લાબોલ  કર્યુ હતું. ગત ચોમાસામાં પાંચ જેટલો વરસાદ થયો હોઇ સરકારે સમાવેશ કર્યો નથી.

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ગત ચોમાસાની અનાવૃષ્ટિની પરિસ્થિતિ ખરાબ છે. પાંચ થી છ ઇંચ જેટલા વરસાદથી ઢોર ઢાખરને પાણીની મુશ્કેલી થઈ રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતો મામલતદાર કચેરી દોડી જઈ હલ્લાબોલ કર્યું હતું. ખેડૂતો મોટી સંખ્યામાં રજૂઆત કરવા આવી તાલુકાને અછતગ્રસ્તમાં સમાવેશ કરવાની માંગ પર અડગ રહ્યા હતા.

આ તરફ તંત્રએ ઉપર રજૂઆત મોકલી આપેલ હોવાનું જણાવી ખેડૂતોને શાંત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં વરસાદની અત્યંત ઘટ પરંતુ રાજ્ય સરકાર અછતગ્રસ્ત ગણતી નથી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code