આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાની તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલાઓ ઘ્વારા સોમવારે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. છેલ્લા કેટલાક સમયથી પડતર માંગણીઓ અને પ્રશ્નોને લઇ મહિલાઓ જાણે દુર્ગા બની હોય તેમ વહીવટીતંત્ર સમક્ષ રજુઆત કરવા દોડી આવી હતી.

આંગણવાડી બહેનોએ રેલીઓ અને સુત્રોચ્ચાર સાથે જીલ્લા વહીવટીતંત્રને ફરી એકવાર રજુઆત કરી શોષણ બંધ કરી લધુત્તમ વેતન સહિતની માંગણીનું સમાધાન લાવવા જણાવ્યુ હતુ. રેલીમાં જિલ્લાની તમામ આંગણવાડી બહેનોએ જોડાઇ કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓએ રેલી સ્વરૂપે જિલ્લા પંચાયતમા આવી વિરોધ પ્રદર્શન કરવા બેસી ગઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. જેના જવાબમાં જીલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર બાબત પોલીસી સંલગ્ન હોવાથી ઉચ્ચ કક્ષાએ રજુ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code