સાબરકાંઠાઃ વડાલીકંપા ખાતે શ્રીમદ્દ દશાવતાર જ્ઞાનયજ્ઞ કથામાં દીકરીઓનું સન્માન

અટલ સમાચાર, મહેસાણા સંત નથ્થુરામબાપા સેવા આશ્રમ પાવનધામ ખાતે સંત તુલસીબાપાના સ્વપ્નને સાકાર કરવા માટે શ્રીમદ્દ ભગવદ્દ દશાવતાર જ્ઞાનયજ્ઞ પારાયણ કથા મહામંડલેશ્વર સ્વામી જનાર્દનહરીજી મહારાજના સ્વમુખે પાંચમાં દિવસે જ્ઞાનયજ્ઞમાં શ્રી કૃષ્ણ ભગવાનની રાસ લીલા, શ્રી કૃષ્ણ ભગવાનના સંદેશ ભાવિક ભક્તોના મન તરબોળ કરી લીધેલ. સતપંથાચાર્ય જગદ્દગુરૂ જ્ઞાનેશ્વરદાસજી ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ભારત સરકારના વડાપ્રધાને બેટી બચાવો
 
સાબરકાંઠાઃ વડાલીકંપા ખાતે શ્રીમદ્દ દશાવતાર જ્ઞાનયજ્ઞ કથામાં દીકરીઓનું સન્માન

અટલ સમાચાર, મહેસાણા

સંત નથ્થુરામબાપા સેવા આશ્રમ પાવનધામ ખાતે સંત તુલસીબાપાના સ્વપ્નને સાકાર કરવા માટે શ્રીમદ્દ ભગવદ્દ દશાવતાર જ્ઞાનયજ્ઞ પારાયણ કથા મહામંડલેશ્વર સ્વામી જનાર્દનહરીજી મહારાજના સ્વમુખે પાંચમાં દિવસે જ્ઞાનયજ્ઞમાં શ્રી કૃષ્ણ ભગવાનની રાસ લીલા, શ્રી કૃષ્ણ ભગવાનના સંદેશ ભાવિક ભક્તોના મન તરબોળ કરી લીધેલ.

સતપંથાચાર્ય જગદ્દગુરૂ જ્ઞાનેશ્વરદાસજી ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ભારત સરકારના વડાપ્રધાને બેટી બચાવો બેટી વધાવોને સાર્થક કરવા માટે કચ્છ કડવા પાટીદાર સમાજની 5 થી10 વર્ષની 351 દીકરીઓને મંચ ઉપર બેસાડી તિલક પૂજન કરી સન્માન કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત ભાવિક ભક્તજનો દ્રારા દિકરીઓને પ્રોત્સાહિત કરવા માટે અંદાજે બે લાખ રૂપિયા ઉપરાંતનું દાન મળેલ આજે જ્ઞાનયજ્ઞમાં સતપંથ યુવા સંમેલન રાત્રે રાખેલ છે. જેમાં સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડશે. આ યુવાનોને સંબોધવા માટે હરિયાણાથી મહામંડલેશ્વર ધર્મદેવજી મહારાજ યુવાનોને સંબોધશે છેલ્લા દિવસે સમગ્ર યુવોનો દ્રારા રક્તદાન કરી બ્રમ્લીન સંત તુલસીબાપાના વજન જેટલું રક્તતુલા રાખવામાં આવેલ છે. જેના માટે યુવાન ભાઇ બહેનોમાં ખૂબ જ ઠંડીમાં અનેરો ઉત્સાહ છે.

આ પારયણ જ્ઞાનયજ્ઞમાં રાજકીય આગેવાનોમાં વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, રમીલાબેન બારા પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપ, જીલ્લા કલેક્ટર સી.જે. પટેલ, નાયબ કલેક્ટર તેમજ સરકારી આગેવાનો અને સંગઠનના હોદ્દેદારોએ તેમજ અન્ય સમાજના આગેવાનોએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અભિયાન તેમજ દરેક ભાવિકોને ભોજન અને ચાની વ્યવસ્થા પાવનધામના હોદ્દેદારો તથા સ્વયંસેવકો દ્રારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આ પ્રસંગે જીલ્લા કલેક્ટર સી.જે.પટેલે અને વિરોધ પક્ષના પરેશ ધાનાણીએ જીવનમાં ધર્મનું મહત્વ સમજાવ્યું હતું. જ્યારે પરેશભાઇ પોતે સતપંથી તરીકે ગૌરવ અનુભવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાખવા બદલ આયોજકોનો આભાર માનેલ અને દર માસે સુદ બીજના દિવસે પ્રેરણાપીઠ પીરાણામાં દર્શનાર્થે જાઉ છું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેશભાઇ પટેલે કર્યું હતું.