vadali s.k.
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સાબરકાંઠા

લોકસભા ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સાબરકાંઠાના વડાલી ખાતે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની સભા હતી. જેમાં લોકોની પાંખી હાજરી પાર્ટી કાર્યકરો વ્યથિત બની ગયા હતા. જેથી જ્યાં-જ્યાં ખાલી ખુરશીઓ નજરે ચડી ત્યાં બાળકોને ભાજપનો ખેસ, ટોપી પહેરાવી બેસાડી દેવામાં આવ્યા હતા. આમ કરવા છતાં ખુરશીઓ તો ખાલી જ નજરે ચઢી હતી.

સાબરકાંઠા લોકસભા મતવિસ્તારના વડાલી ખાતે આજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની જાહેરસભા યોજાઈ હતી. જેમાં ખાસ કરીને ખુરશીઓ ખાલી જોવા મળી હતી તો લોકો ન હોવાથી નાના બાળકોને ખેસ અને ટોપીઓ પહેરાવીને કાર્યક્રમમાં બેસડી દેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભાષણ આપી રહ્યા હતા અને લોકો સભામાંથી ધીરે-ધીરે બહાર સરકી રહ્યા હતા.

જોકે, કાર્યક્રમમાં મુખ્ય પ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. લલીત વસોયાના નિવેદન પર પ્રતિક્રિયા અપતા સીએમ એ જણાવ્યુ હતુ કે કોઈ શુ નિવેદન આપે અનાથી મને કોઈ ખબર નથી પરંતુ કોંગ્રેસના લોકો જ કોંગ્રેસ પર આક્ષેપ કરે છે કારણ કે ચારેય તરફથી ટુટી ગઈ છે. કોંગ્રેસ હતાશ અને નિરાશ છે એક સાંધેને તેર તુટે છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code