સાબરકાંઠાઃ ખેડબ્રહ્મામાં અડધા ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) મંગળવારના રોજ સાબરકાંઠા જિલ્લામાં વરસાદે ચોમાસું બેસી ગયાનો અનદેશો આપી દીધો છે. બપોર બાદ મેઘરાજા મનમૂકીને વરસી પડતા ખેડબ્રહ્મા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. સાંજ સુધીમાં 14મીમી વરસાદ નોંધાયા બાદ ખેડૂતોમાં ખુશી જન્મી છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં 4-00 વાગ્યા સુધીમાં અડધા ઇચથી વધું વરસાદ પડી
 
સાબરકાંઠાઃ ખેડબ્રહ્મામાં અડધા ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

મંગળવારના રોજ સાબરકાંઠા જિલ્લામાં વરસાદે ચોમાસું બેસી ગયાનો અનદેશો આપી દીધો છે. બપોર બાદ મેઘરાજા મનમૂકીને વરસી પડતા ખેડબ્રહ્મા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. સાંજ સુધીમાં 14મીમી વરસાદ નોંધાયા બાદ ખેડૂતોમાં ખુશી જન્મી છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં 4-00 વાગ્યા સુધીમાં અડધા ઇચથી વધું વરસાદ પડી ચુક્યો છે. હવામાન વિભાગે મંગળવારે વરસાદ પડવાની સચોટ આગાહી કરી હતી. અને આજે સવારથી શહેરમાં ધમધમાટ વરસાદ પડ્યો હતો. આકાશમાં કાળાડીબાંગ વાદળોએ જમીન ભીની કરી મૂકતાં જગતનો તાત આનંદમાં આવી ગયો છે. ખેડબ્રહ્મામાં સાંજના ચાર કલાકે સુધી 14 મીમી અને સીઝનનો 46 મીમી વરસાદ નોંધાયો છે. જેને લઈ વાતાવરણમાં ઠંડી પ્રસરી જવા પામી છે.

તાલુકાના નીચાણવાળા વિસ્તારો અડધા ઈંચ વરસાદમાં જ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આથી શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું હતું કે પાલિકાતંત્ર પ્રિ-મોન્સુન પ્લાનના નામે માત્ર વાતો કરી રહી છે. અને કાગળ ઉપર ખર્ચા દેખાડી રહી હોય તેમ લાગી રહ્યું છે. આમ અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં શહેરીજનોની હાલત કફોડી બની જવા પામી છે.