આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સાબરકાંઠા

આગામી 28મી તારીખે ગાંધીનગરના અડાલજ ખાતે કોંગ્રેસની યોજાનારી રેલીને કઈ રીતે સફળ બનાવાય અને રેલીમાં પહોંચવા માટેનાં આયોજનની એક મીટીંગ સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મીટીંગ મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માયનોરીટી ડીપાર્ટમેન્ટનાં ચેરમેન ગુલાબખાન રાઉમાં ખાસ હાજર રહ્યા હતા. આં પ્રસંગે ઉપસ્થિત માયનોરીટી ડીપાર્ટમેન્ટનાં કાર્યકરોને અપીલ કરતા જણાવ્યું હતું કે ખુબ લાંબા સમયબાદ ગુજરાતમાં કોંગ્રેસની કાર્યકારિણીની બેઠક મળી રહી છે. અને તેમાં સમગ્ર દેશનું કોંગ્રેસનું નેતૃત્વ હાજર રેહનાર હોઈ અને તેમાં પણ આપડી પાર્ટીના તાજેતરમાં મહામંત્રી નિમણુંક પામેલ પ્રિયંકાગાંધી જો હાજર રેહતા હોય તો આપડે ખુબ જ મોટી સંખ્યામાં હાજર રહી સત્કારવા જોઈએ જેથી કાર્યકરોએ આ કાર્યક્રમમાં જોડાવું જોઈએ આ પ્રસંગે ઉત્તર ગુજરાત માયનોરીટી ડીપાર્ટમેન્ટનાં ચેરમેન ટી.વી પટેલ, ચેરમેન ઈમરાન દાવડા, તાલુકા ચેરમેન ઇકબાલભાઈ વિજાપુરા, શહેરના ચેરમેન આશીફ મેમણ મધ્યજોનના પૂર્વ ચેરમેન નિશારભાઈ શેખ, જીલ્લા કોંગ્રેસના મહામંત્રી ઇશાકશેખ, તાલુકા પંચાયતના સદસ્ય મુદ્દસર વિજાપુરા, હિંમતનગર નગરપાલીકાના ઈમરાન બાદશાહ, જાનુભાઈ લાકડીવાલા, કાદીર ડોઈ, હફીઝા બેન હરસોલીયાં તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

આ પ્રસંગે જિલ્લામાં કેટલાક નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. અને પ્રદેશ ચેરમેન રાઉમાના હસ્તે નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મીટીંગની શરૂઆતમાં પુલવામાં શહીદ થયેલા શહીદોના માનમાં ૨ મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

25 Sep 2020, 1:19 AM (GMT)

COVID-19 Global Stats

32,401,447 Total Cases
987,133 Death Cases
23,912,713 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code