સાબરકાંઠાઃ પ્રેમ પ્રકરણમાં હત્યા, બે દિવસ બાદ પણ લાશનો અસ્વિકાર

અટલ સમાચાર, ડેસ્ક સાબરકાંઠાનાં ઉમેદગઢ ગામનો યુવક અને દેશોતર ગામની યુવતી શુક્રવારે રાત્રે ભાગી ગયા હતા. ત્યારબાદ યુવતીનાં પરિવારે શુક્રવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે 3 વાહનો લઇને યુવકનાં ઘરે પહોંચ્યા હતા. ફરાર યુવક જયેશ પટેલના 27 વર્ષનાં મોટા ભાઇ રોનકકુમાર ભીખાભાઇ પટેલને માર મારી ગાડીમાં નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે દરમિયાન પડોશીઓ વચ્ચે પડ્યા હતા
 
સાબરકાંઠાઃ પ્રેમ પ્રકરણમાં હત્યા, બે દિવસ બાદ પણ લાશનો અસ્વિકાર

અટલ સમાચાર, ડેસ્ક

સાબરકાંઠાનાં ઉમેદગઢ ગામનો યુવક અને દેશોતર ગામની યુવતી શુક્રવારે રાત્રે ભાગી ગયા હતા. ત્યારબાદ યુવતીનાં પરિવારે શુક્રવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે 3 વાહનો લઇને યુવકનાં ઘરે પહોંચ્યા હતા. ફરાર યુવક જયેશ પટેલના 27 વર્ષનાં મોટા ભાઇ રોનકકુમાર ભીખાભાઇ પટેલને માર મારી ગાડીમાં નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે દરમિયાન પડોશીઓ વચ્ચે પડ્યા હતા અને યુવકે મોકો જોઈને ભાગી ગયો હતો.

ઉમેદગઢ ગામમાં નાના ભાઇનાં પ્રેમ સંબંધમાં મોટાભાઇને મોત મળ્યું હતું. બે દિવસ પહેલા યુવક યુવતીનાં પ્રેમ લગ્ન બાદ યુવકનાં ઘર પર હુમલો થયો હતો. જે બાદ યુવકનાં મોટાભાઇનો મૃતદેહ કુવામાંથી મળ્યો હતો. પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી યુવાનનાં અંતિમ સંસ્કાર ન કરવાનો નિર્ણય કર્યો છે. 43 કલાકથી યુવાનનો મૃતદેહ બરફમાં મુકી રખવામાં આવ્યો છે. પરિવારજનોએ 25 લોકોની ધરપરડની માંગ કરી છે. આરોપીન ન પકડાય ત્યાં સુધી મૃતકની લાશને ઘરમાં જ રાખવાનો નિર્ણય કર્યો છે.

જે બાદ શનિવારે વહેલી સવારે તેના ઘરથી 300 મીટરના અંતર આવેલા કૂવામાં તેની લાશ મળી આવી હતી. મૃતકની માતાએ તેના મોટા પુત્રને યુવતીનાં પરિવારનાં ટોળાંએ કૂવામાં ધકેલી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે 25ના ટોળાં વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે.