આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ) 

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં તેમજ પોશીના તાલુકામાં R.T.O.ની રહેમ નજર હેઠળ ઘેટા-બકરાની માફક મુસાફરોને બેસાડતા ખાનગી વાહનની તસવીરો સામે આવી છે.

કોઇનાં વ્હાલસોયાનું મોત થયા પછી તંત્ર જાગૃત થાય ઘોડા છૂટી ગયાં પછી તબેલાને તાળું મારવા જેવું થાય તેની રાહ જોઈ રહ્યા છે કે શું? તેવા સવાલો જીલ્લાના લોકોમાં ઉઠી રહયા છે.

બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક ગત દિવસે થયેલા ગંભીર માર્ગ અકસ્માતની શાહી હજું સુકાઇ નથી. ઉત્તર ગુજરાત સહિત રાજ્ય સરકારમાં ઘેરા શોકની લાગણી બની છે. જેની સામે રાજ્ય સરકારે રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ ગયેલા બનાસકાંઠા આરટીઓ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. આરટીઓ ઓફીસર ડી.એસ.પટેલ શરૂઆતની કારકીર્દીમાંજ બેદરકારી સામે આવતા વહિવટી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મુસાફરો અને માલસામાનથી ખીચોખીચ ભરેલા ખાનગી વાહનો ખુલ્લેઆમ ફરી રહયા છે તે જોતા શું સાબરકાંઠા આર.ટી.ઓ ઓફીસર આવા ભયંકર અકસ્માત થવાની રાહ જોવે છે ? તેવા સવાલો સાથે તાત્કાલિક ધોરણે સમગ્ર બાબતે પગલા લઇ ખાનગી વાહનો સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code