આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,બાયડ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ સૈનિકોને શ્રધ્ધાંજલી અર્પવા માટે સાબરકાંઠાની ધનસુરા કોલેજ ખાતે શ્રધ્ધાંજલી કાર્યકમ રાખવામાં આવ્યો હતો. ધનસુરા આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજના એન.એસ.એસ.ના ઉપક્રમે વડાગામ મુકામે વાર્ષિક શિબિર યોજાયેલ છે. જેમા જમ્મુ કાશ્મીરમાં ભારતની રક્ષા કરી રહેલ જવાનો ઉપર આંતકવાદીઓ ઘ્વારા જે આત્મધાતી હુમલો કરવામાં આવ્યો હતો તેને ધનસુરા કોલેજે વખોડી કાઢી આ દુઃખદ ઘટનામાં શહીદ થયેલ વીર જવાનોને સૌ એન.એસ.એસ.સ્વયંસેવકોએ હ્રદયથી અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code