આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં વેપારીઓ દ્વારા દેશી દારૂ બનાવવામાં વપરાતા ગોળનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. હિંમતનગર શહેર વિસ્તારમાં દારૂડિયા ગોળનો કારોબાર કરતા માફિયા વેપારીઓ જેમણે કોઈપણ પ્રકારનો ડર લાગતો નથી. આ ગોળ કોઈ ખાવા માટે વપરાતો નથી પરંતુ આ ગોળ માત્રને માત્ર દેશી દારૂ બનાવવાની સામગ્રી છે જેનું વેચાણ હિમતનગર બજારની વચ્ચોવચ્ચ કરવામાં આવે છે.

સાબરકાંઠા જીલ્લામાં દેશી દારૂ બનાવવામાં ઉપયોગી ગોળનો બેફામ વેપાર થઇ રહ્યો છે. હિંમતનગર સહિતની બજારોમાં ખુલ્લેઆમ આ દેશી દારૂના ગોળનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના અધીકારીઓને તો કોઈ પણ વાતની ખબર જ ના હોય તેમ આંખ આડા કાન કરીને ઘોર નિંદ્રામાં સુઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ હવે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે અને આ ગોળ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, દેશી દારૂ બનાવવામાં ઉપયોગી ગોળનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં નશાબંધીની મોટી-મોટી વાતો થાય છે પરંતુ સાબરકાંઠા જીલ્લામાં આ વાત ઉલટી સાબિત થઇ રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ બેફામ વેચાણ પર યોગ્ય પગલા લેવામાં આવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.

24 Sep 2020, 11:35 AM (GMT)

COVID-19 Global Stats

32,387,933 Total Cases
986,929 Death Cases
23,897,072 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code