આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સાબરકાંઠા

રાજીનામુ જોઇતુ હોય તો સામેથી કહો આપી દઇશુ : ધવલસિંહ ઝાલા

ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોર ધારાસભ્ય પદ રદ ના કરવા આજીજી કરી રહયા છે : અશ્વિન કોટવાલ

સાબરકાંઠા ધારાસભ્ય અશ્વિન કોટવાલના નિવેદનને લઈને વિવાદ વધુ વક્રી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, અલ્પેશ ઠાકોર અને ઘવલસિંહના ધારાસભ્યપદને લઈને અશ્વિન કોટવાલના વિવાદિત નિવેદન બાદ ધારાસભ્ય ધવલસિહનું આક્રમક વલણ જોવા મળ્યું છે.

અશ્વિન કોટવાલના નિવેદનને લઇ ધવલસિંહ ઝાલાએ કહયુ હતુ કે, MLA પદ માટે મારે કોઈ આજીજી કરવી પડે એવુ કોઇ કૃત્ય કર્યુ નથી. મને‌ બદનામ‌ કરવાનુ કામ અશ્વિન કોટવાલ કરી રહયા છે. રાજીનામું જોઇતુ હોય તો સામેથી કહો, ક્ષત્રિય છીએ એટલે રાજીનામું સામેથી આપી દઈશુ કહીને ધવલસિંહે અશ્વિન કોટવાલ સામે ગંભીર આક્ષેપ કર્યા હતાં.

ધવલસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યુ હતુ કે, અમે પાછલા બારણે ફાઇલો સપ્લાય નથી કરતા. તેમજ સમાજના કામ માટે અલ્પેશ ઠાકોરની‌ સાથે છીએ અને સાથે રહેવાના, મારા માટે ધારાસભ્ય પદનુ‌ કોઇ જ મહત્વ નથી‌.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code