આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈમાં વર્ષો બાદ પાણીનો જથ્થો ઓછો થતાં ચાંપલપુર ગામના અવશેષો દેખાવા લાગ્યા છે.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલા ગઢડા શામળાજી વિસ્તારમાં ધરોઇ બંધમાં ડુબમાં ગયેલા અઠ્ઠાવીસ ગામો પૈકીના ચાંપલપુર ગામના અવશેશો પાણીનું સ્તર ઘટી જતા બહાર આવ્યા છે. વર્ષ 1978માં ધરોઈ જળાશયના નિર્માણને લઇને ડુબી જતા ગામડાઓને અન્યત્ર ખસેડીને જળાશય તૈયાર કરાયુ હતુ.

ચાલુ વર્ષે અને ગત વર્ષે ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ ઓછુ રહેવાને લઇને ધરોઇ ડેમના ચાલુ સાલે તળીયા દેખાવા લાગ્યા છે. ધરોઇમાં પાણીની સ્થિતી નહીવત થવાને લઇને હવે વર્ષો પછી ચાંપલપુર ગામના અવશેષો દેખાવા લાગ્યા છે. જેમાં ખાસ કરીને પૌરાણીક વાવ અને જૈન મંદીર પણ પૌરાણીક બાંધણીનુ સંપુર્ણ પણે ખુલી જવા પામ્યુ છે. તો બાજુમાં રહેલા ગઢડા શામળાજી ગામના લોકો પણ આ અવશષો સંપુર્ણ ખુલ્લા જોવા મળવાને લઇને જુની યાદોને તાજી કરી રહ્યા છે.

ગઢડા શામળાજી ગામ નજીક ધરોઇ બંધના નિર્માણ અગાઉ ચાંપલપુર ગામ વસેલુ હતુ. અનેએ ગામ વિસ્તારમાં જૈન દેરાસર અને પૌરાણીક વાવ આવેલી હતી, અને સમય જતાએ મંદિરો અને વાવ પણ ધરોઇમાં સાબરમતી નદીના પાણીમાં ડુબમાં ગયા હતા. સારા ચોમાસા દરમ્યાનતો ગઢડા શામળાજી અને ધોળી ગામ વિસ્તાર નજીકના ધરોઇ કાંઠાના વિસ્તારો પાણી પાણી રહેતા હોય છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code