સાબરકાંઠા@મતદાન: 2227 સરકારી કર્મચારીઓ રંગાયા ચુંટણીના રંગમાં

અટલ સમાચાર,હિંમતનગર લોકસભા ચૂંટણીને લઇને 23 એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે ગુજરાત લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પોતાના મતવિસ્તારથી અન્ય વિસ્તારોમાં ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ બેલેટ પેપરથી મતદાન કરશે. રાજ્યમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તો આ સાથે ચૂંટણી પંચ તેમજ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ પ્રકારે
 
સાબરકાંઠા@મતદાન: 2227 સરકારી કર્મચારીઓ રંગાયા ચુંટણીના રંગમાં

અટલ સમાચાર,હિંમતનગર

લોકસભા ચૂંટણીને લઇને 23 એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે ગુજરાત લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પોતાના મતવિસ્તારથી અન્ય વિસ્તારોમાં ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ બેલેટ પેપરથી મતદાન કરશે. રાજ્યમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તો આ સાથે ચૂંટણી પંચ તેમજ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ પ્રકારે ચૂંટણીની તૈયારીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પોતાના મતવિસ્તારથી અન્ય વિસ્તારોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ સુવિધાઓની સંપૂર્ણ તૈયારી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર આવતી સીટોમાં હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાલ બેલેટ પેપરથી મતદાન ચાલુ છે. સાબરકાંઠા જીલ્લાના 2227 કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરશે. હાલ હોમગાર્ડ,પોલીસ જવાન સહિત અન્ય સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી રહયા છે.

તો ગાંધીનગર લોકસભા બેઠક ઉપર આવતી વિધાનસભા સીટોમાં ગાંધીનગર કલોલમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે. આ સાથે જ દેહગામ અને માણસા તાલુકામાં પણ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે. તો બીજી બાજુ પંચમહાલ લોકસભા બેઠક પર પોલીસ સ્ટાફ દ્વારા આજે પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. મહીસાગરના લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર સહીત પોલીસ સ્ટાફનું લુણાવાડા ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. પંચમહાલ લોકસભા વિસ્તાર લુણાવાડા અને બાલાસિનોરનું મતદાન અને દાહોદ લોકસભા વિસ્તાર સંતરામપુર વિસ્તારનું મતદાન લુણાવાડા ખાતે યોજાયું હતું. જેમાં લુણાવાડા-937, બાલાસિનોર-547 અને સંતરામપુર-946 મળી કુલ- 2430 પોલીસ કર્મીઓનું બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે.