સાબરકાંઠા: સાડા ત્રણ લાખના ચોરીના વાહનો સાથે બે આરોપી ઝડપાયા

અટલ સમાચાર,ખેડબ્રહ્મા સાબરકાંઠા જિલ્લામાં બનતા વાહનચોરીના ગુન્હાઓને શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીકે મથામણ શરૂ કરેલી છે. જેમાં એલ.સી.બી ટીમને સુચના મળતા ટીમ સાથે બાતમીદારો રોકી ખેરોજ પો.સ્ટે. વિસ્તારમાં વોચમાં હતા. આ દરમ્યાન ખાનગી રાહે બાતમી મેળવી આરોપી નં (૧) મેવા માલીયા ગમાર, રહે.બીલવન તથા (૨) મીઠીયા રામાભાઇ રહે.બુઝા (નીચલા બુઝા), તા.કોટડા છાવણી, જી.ઉદેપુર
 
સાબરકાંઠા: સાડા ત્રણ લાખના ચોરીના વાહનો સાથે બે આરોપી ઝડપાયા

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

સાબરકાંઠા જિલ્લામાં બનતા વાહનચોરીના ગુન્હાઓને શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીકે મથામણ શરૂ કરેલી છે. જેમાં એલ.સી.બી ટીમને સુચના મળતા ટીમ સાથે બાતમીદારો રોકી ખેરોજ પો.સ્ટે. વિસ્તારમાં વોચમાં હતા. આ દરમ્યાન ખાનગી રાહે બાતમી મેળવી આરોપી નં (૧) મેવા માલીયા ગમાર, રહે.બીલવન તથા (૨) મીઠીયા રામાભાઇ રહે.બુઝા (નીચલા બુઝા), તા.કોટડા છાવણી, જી.ઉદેપુર (રાજસ્થાન) ને તા.૧૩/૦૨/૨૦૧૯ ના રોજ ખેરોજ ત્રણ રસ્તા આગળ રોકયા હતા. જયાં હોન્ડા કંપનીની નંબર પ્લેટ વગરની બાઇક (કિ.રૂ.૩પ,૦૦૦/-) ની સાથે ઝડપી પાડી બન્ને આરોપીઓની ઉંડાણપૂર્વક પુછપરછ કરી હતી. જેમાં તેઓ પાસેથી મળી આવેલ મોટરસાયકલ ઉપરાંત બીજી ૧૦ મોટર સાઇકલ બન્ને આરોપીઓએ અલગ અલગ જગ્યાએ છુપાવી રાખેલ હોવાની હકીકત સામે આવતા પોલીસ હરકતમાં આવી હતી. આથી તે જગ્યા બીજી ૧૦ મોટર સાઇકલ શોધી કાઢી સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબજે કરી આરોપીઓ પાસેથી કુલ કિ.રૂ.૩,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીઓને ખેરોજ પોલીસ સ્ટેશન લવાયા હતા. જયાં સી.આર.પી.સી.કલમ ૪૧(૧)(એ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.