Girl suicide
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, સાબરકાંઠા

મળતી માહિતી પ્રમાણે પોશીનાના દેલવાડાનાં ક્સ્તુરબા ગાંધી બાલિકા વિધાલયના બાથરૂમમાંથી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો છે. આ કિશોરી ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કિશોરીએ કયા કારણોસર આપઘાત કર્યો તેની માહિતી હજી સામે આવી નથી. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

કિશોરીએ વિદ્યાલયના બાથરૂમની બારીમાં દોરડું લટકાવીને આપઘાત કરી લીધો છે. અગમ્ય કારણસર આ પગલું ભરતાં ગામલોકોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસ વિદ્યાલયના તંત્ર અને વિદ્યાર્થીનીનાં પરિવારની પૂછપરછ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code