Sachin Pilot wifeAbdullah d
તસ્વીર, પ્રતિકાત્મક
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

કોણ છે સચીન પાયલોટ ?
સચીન પાયલોટ એજ વ્યક્તિ છે જેણે રાજસ્થાનમાં કોંગ્રેસપક્ષને જીત અપાવવા ઘણી મહેનત કરી છે. અહીંની પ્રજા તો સચીનને જ જીતનો હીરો માને છે. એજ સચિન પાયલટ નવી દિલ્હી એર ફોર્સ સેન્ટ સ્ટીફેન્સ બાલ ભારતી સ્કૂલ, નવી દિલ્હી પાસેની કોલેજ ખાતે તેઓ સ્નાતકની ડીગ્રી મેળવી છે. ઉપરાંત માસ્ટર ડિગ્રી મેનેજમેન્ટ યુએસ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા ખાતેથી પ્રાપ્ત થઈ છે.

Sachin Pilot wifeAbdullah d2004 માં સચિન પાયલોટે સારા અબ્દુલ્લા સાથે લગ્ન કર્યાં, સારા અબ્દુલા એ કશ્મીરના પ્રસિદ્ધ નેતા ફારૂક અબ્દુલ્લાની દીકરી છે. સચિન પાયલોટે 10મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 14 મી લોકસભામાં દોસાથી ચૂંટણી લડ્યા અને વિજય પણ મેળવ્યો. આ સમય, આ સમયે તેમની ઉંમરના માત્ર 26 વર્ષની હતી ભારતના યુવાન સાંસદ બન્યા. ત્યારબાદ તેઓ 15મી લોકસભા 2009ની ચૂંટણીમાં અજમેરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા.

સચીન પાયલોટની પ્રેમિકા પત્ની કયા પરિવારમાંથી આવે છે પુત્રી છે

sachin sara bસારા ભૂતપૂર્વ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની પુત્રી અને ઓમર અબ્દુલ્લાની બહેન છે. સચીન અને સારાએ સાથે લગ્ન કર્યા છે, પરંતુ બંનેના લગ્ન સરળ નહોતા. જ્યારે સચિન હિંદુ પરિવારમાંથી આવે છે અને સારા મુસ્લિમ પરિવારથી છે. આ બન્ને રાજકીય ઘરાનામાંથી આવે છે.

સચીન-સારા ગળાડૂબ પ્રેમમાં પડ્યા…

તે બંને જ્યારે વિદેશમાં અભ્યાસ કરતા હતા ત્યારે મળ્યા હતા. આ સમય દરમિયાન બંનેએ ઈ-મેલ અને ફોન દ્વારા એકબીજા સાથે વાત કરતા હતા. દંપતિએ એકબીજાને ઘણા વર્ષો સુધી પ્રેમમાં રહ્યા અને તેમના પરિવારોને પ્રેમ વિશે જણાવ્યું.

અનેક મુશ્કેલી બાદ થયા લગ્ન…

બન્ને ગર્ભશ્રીમંત અને રાજકીય નાતો ધરાવતા હોવાછતાં બન્નેના પરિવારોજનો ધર્મ અને પ્રેમ વચ્ચે દિવાલ બની ઉભા રહ્યા. સચિનનું કુટુંબ આ લગ્ન માટે તૈયાર નહોતું, તો આ તરફ સારાના પરિવારજનો પણ રાજી નહતા. ફારૂક અબ્દુલ્લાએ સારાને આ બાબતે વાત કરવાની ના પાડી. સારા જાણતી હતી કે તે તેના પિતાને સમજાવશે કારણ કે તેના પિતા તેને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તે જે ઇચ્છે તે આપી દેતા. એવું કહેવાય છે કે તેણી ઘણા દિવસો સુધી રડતી રહી હતી પરંતુ તેના પિતા માનતા નહોતા. જોકે સારાના માતા-પિતા સચિનને પહેલાંથી જ જાણતા હતા અને સચીન તેમને જમાઈ તરીકે પસંદ હતો. પરંતુ રાજકીય કારણોસર તેઓ તેમની પુત્રી સાથે લગ્ન કરવા માંગતા ન હતા.

sachin saraસારા ઘણા મહિનાઓ સુધી લગ્ન કરવા માટે તેના પરિવારને સમજાવવા માટે રાહ જોતી રહી. પરંતુ પરીવારજનોને સમજાવવું અઘરુ બન્યું હતું. જેઓ તેમના પ્રેમની તરફેણમાં ન હતા. આખરે પ્રેમીજોડાએ જાન્યુઆરી 2004માં પરિવારજનોને ધ્યાનમાં લીધા વિના લગ્ન કરી લીધા. જાણકારી મુજબ અબ્દુલ્લા પરિવાર તેમના બંનેના લગ્નમાં જોડાયો ન હતો અને ઘણા વર્ષો સુધી સચીનને જમાઈ તરીકે સ્વીકારવામાં આવ્યો ન હતો.Sachin Pilots sons

બીજી તરફ સચીનના પરિવારજનોએ સારાને ઘણો સપોર્ટ કર્યો. સમય જતાં અબ્દુલ્લા પરિવારે બંનેના સંબંધોને અપનાવી લીધો. હાલ આ દંપતિ સચિન અને સારાને આરન અને વિહાન નામના બે પુત્રો પણ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code