દુઃખદ@સુરત: મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી નિધન,રાજકારણમાં વ્યાપ્યો શોકનો માહોલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં હાર્ટ એટેકના મામલાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, ઘણા લોકોના હાર્ટ એટેકથી નિધન થયા હોવાની ખબર સામે આવતી હોય છે. ખાસ કરીને યુવાનોને હાર્ટ એટેક વધુ આવતા જોવા મળે છે. જેમાં રોજ બરોજ કોઈને કોઈ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવતું રહે છે. ત્યારે ઘણીવાર નામચીન લોકોના પણ હાર્ટ એટેકથી મોત થયા હોવાની ખબર સામે આવતી રહે છે.ત્યારે હાલ એક એવી જ ખબરથી રાજકારણમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર એવા ગેમરભાઈ દેસાઈનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ ભાજપ સાથે જોડાયેલા હતા અને તેમના નિધન બાદ પરિવાર અને સુરત મહાનગર પાલિકામાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.તેઓ સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 18ના કોર્પોરેટર હતા, આ સાથે જ તેઓ સુરત મહાનગરપાલિકા જાહેર બાંધકામ સમિતિના વાઈસ ચેરમેન પણ હતા. તેમના અકાળે નિધનથી શોકનો માહોલ છવાઈ ગયો છે. ગુજરાતમાંથી સતત સામે આવી રહેલા હાર્ટ એટેકના મામલો પણ ચિંતાનો વિષય બન્યા છે.