પાટણ: સંત સદારામ બાપાની તબિયત નાજુક, ભકતોનું ઘોડાપુર ઉમટયું

અટલ સમાચાર,પાટણ પાટણ જીલ્લાના ટોટાણા ધામના સંત સદારામ બાપુ કેટલાંય સમયથી બિમાર હોવાથી તેમને પાટણની સદભાવના હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યા ઠાકોર સમાજના ભકતો અને આગેવાનોએ સદારામ બાપુના ખબર અંતર પુછયા હતા. જોકે મંગળવારે તેમની તબિયત વધુ નાજુક થતા તેમને ટોટાણા આશ્રમ ખાતે લઇ જવાયા હતા. જયા ભકતોનું ઘોડાપુર તેમના ખબરઅંતર પુછવા ઉમટી
 
પાટણ: સંત સદારામ બાપાની તબિયત નાજુક, ભકતોનું ઘોડાપુર ઉમટયું

અટલ સમાચાર,પાટણ

પાટણ જીલ્લાના ટોટાણા ધામના સંત સદારામ બાપુ કેટલાંય સમયથી બિમાર હોવાથી તેમને પાટણની સદભાવના હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યા ઠાકોર સમાજના ભકતો અને આગેવાનોએ સદારામ બાપુના ખબર અંતર પુછયા હતા. જોકે મંગળવારે તેમની તબિયત વધુ નાજુક થતા તેમને ટોટાણા આશ્રમ ખાતે લઇ જવાયા હતા. જયા ભકતોનું ઘોડાપુર તેમના ખબરઅંતર પુછવા ઉમટી રહયુ છે.

પાટણના ટોટાણા ખાતે આવેલા સદારામ બાપુના આશ્રમે મંગળવાર સવારથી જ ભકતોનું ઘોડાપુર ઉમટી રહયુ છે. મહત્વનું છે કે, સદારામ બાપુની તબિયત બગડતા તેમને પાટણની સદભાવના હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ભકતો, સામાજીક આગેવાનો અને રાજકારણીઓએ પણ તેમના ખબરઅંતર પુછયા હતા. પરંતુ સોમવારે રાતથી તેમની તબિયત વધુ નાજુક થતા ટોટાણા આશ્રમ લઇ જવામાં આવ્યા છે.

સદારામ બાપુ ઠાકોર સમાજને વ્યસન મુકત કરવાનું કામ કરતા હોવાથી ઠાકોર સમાજમાં ભારે લોકચાહના મેળવી છે. તેમના આવા સામાજીક કાર્યને ગુજરાત સરકારે પણ સન્માનિત કરેલા છે. સદારામ બાપુને ટોટાણા ખાતે લાવ્યા હોવાની વાત વાયુવેગે ફેલાતા હાલ ગામમાં ભકતોનું ઘોડાપુર ઉમટી રહયુ છે.