મહેસાણા જિલ્લા પંચાયતમાં જમીન ટેબલ ઉપર 5 વર્ષથી શૈલેષ પટેલ !

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા પંચાયતની મલાઈદાર શાખા ઉપર છેલ્લા કેટલાક વર્ષોથી એક જ કર્મચારીનો દબદબો રહ્યો છે. જમીન એટલે કે બિનખેતીના ટેબલ ઉપર અગાઉ કારકૂન અને ત્યાબાદ ના. ચીટનીશ તરીકે કબજો જમાવવામાં શૈલેષ પટેલ સફળ રહ્યા છે. અત્યાર સુધી અનેક કર્મચારીઓની બદલી થઈ ગઈ પરંતુ શૈલેષ પટેલની બદલી અત્યંત મુશ્કેલ છે. મહેસાણા જિલ્લા પંચાયતમાં
 
મહેસાણા જિલ્લા પંચાયતમાં જમીન ટેબલ ઉપર 5 વર્ષથી શૈલેષ પટેલ !

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા પંચાયતની મલાઈદાર શાખા ઉપર છેલ્લા કેટલાક વર્ષોથી એક જ કર્મચારીનો દબદબો રહ્યો છે. જમીન એટલે કે બિનખેતીના ટેબલ ઉપર અગાઉ કારકૂન અને ત્યાબાદ ના. ચીટનીશ તરીકે કબજો જમાવવામાં શૈલેષ પટેલ સફળ રહ્યા છે. અત્યાર સુધી અનેક કર્મચારીઓની બદલી થઈ ગઈ પરંતુ શૈલેષ પટેલની બદલી અત્યંત મુશ્કેલ છે.

મહેસાણા જિલ્લા પંચાયતમાં અગાઉ બિનખેતીના અનેક કેસો આવતા ત્યારથી જમીન શાખામાં વહિવટી અધિકારીઓ અને રાજકીય વ્યક્તિઓના નિકટ શૈલેષ પટેલ આવી ગયા છે. અગાઉ સિનિયર કારકૂન તરીકે ફરજ બજાવ્યા બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી નાયબ ચિટનીશ બનેલા શૈલેષ પટેલની બદલી કરવાની પંથકમાં કોઈની હિંમત ન હોવાનુ સામે આવ્યું છે. સરેરાશ 5 વર્ષથી પણ વધુ સમયથી જમીનશાખામાં કબજો જમાવી બેઠેલા કર્મચારી નાયબ ચિટનીશ બન્યા તો પણ સિનિયર કારકૂનની જગ્યા ખાલી રખાવવા સફળ થયા છે.

અત્યાર સુધી મલાઈદાર ટેબલ રહેલા બિનખેતીના કામો માટે શૈલેષ પટેલ અરજદાર અને સરકારી સાથે રાજકીય આગેવાનો વચ્ચે તાલમેલ જાળવી ઝડપથી કામો પતાવી આપે છે. હવે આ કળાને કોઠાસૂઝ કહો કે લક્ષ્મીજીની કૃપા પરંતુ મોટાભાગની ફાઈલોનો નિકાલ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે દરેક કર્મચારી સફળતા પૂર્વક ફરજો બજાવે છે ત્યારે શૈલેષ પટેલ સિવાયના કર્મચારી કેમ બે થી ત્રણ વર્ષમાં બદલાઈ જાય તે સહિતના સવાલો ઠેરના ઠેર રહ્યા છે.