સલેમકોટ ખાતે ચોથા તબકકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, વડગામ વડગામ તાલુકાના સલેમકોટ ગામમાં આવેલ પ્રા.શાળા ખાતે ગુજરાત સરકારના ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય મહેમાન પદે બનાસકાંઠા જીલ્લા પંચાયત સદસ્ય અશ્ચિન સકસેના, પાલનપુર પ્રાંત અધિકારી એ.ડી.જોશી, વડગામ મામલતદાર આર.સી.ઠાકોર, વડગામ ટી.ડી.ઓ. એ.એચ.પરમાર, પૂર્વ જી.પંસદસ્ય બાલકૃષ્ણ જીરાલા, ઉપપ્રમુખ ભાજપ પરથીભાઇ પટેલ, પૂર્વ ઉપપ્રમુખ તા.પં. ડોહજીભાઇ પટેલ, અ.જા.મો મંત્રી પ્રદિપ ભાઇ કટારીયા
 
સલેમકોટ ખાતે ચોથા તબકકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, વડગામ
વડગામ તાલુકાના સલેમકોટ ગામમાં આવેલ પ્રા.શાળા ખાતે ગુજરાત સરકારના ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય મહેમાન પદે બનાસકાંઠા જીલ્લા પંચાયત સદસ્ય અશ્ચિન સકસેના, પાલનપુર પ્રાંત અધિકારી એ.ડી.જોશી, વડગામ મામલતદાર આર.સી.ઠાકોર, વડગામ ટી.ડી.ઓ. એ.એચ.પરમાર, પૂર્વ જી.પંસદસ્ય બાલકૃષ્ણ જીરાલા, ઉપપ્રમુખ ભાજપ પરથીભાઇ પટેલ, પૂર્વ ઉપપ્રમુખ તા.પં. ડોહજીભાઇ પટેલ, અ.જા.મો મંત્રી પ્રદિપ ભાઇ કટારીયા તેમજ આગેવાનોએ કાર્યક્રમ દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકયો હતો.

પ્રા.શાળાની બાળાઓએ સુંદર રીતે પ્રાર્થના તથા સ્વાગત ગીત રજુ કર્યું હતું. ગામલોકો દ્વારા મહેમાનોનું ફુલહારથી  સ્વાગત કરાયું હતું. આ પ્રસંગમાં ગુજરાત સરકાર આપના દ્વારે સેવા સેતુ થકી ગરીબ અને મધ્યમ વર્ગ સુધી યોજનાઓની માહીતી મળે અને ગરીબ વર્ગના લોકોના નાના કામો માટે અલગ અલગ કચેરીઓ દ્વારા રેશનકાર્ડ સુધારા, આધાર કાર્ડ નવું કાઢવું, મા અમૃતમ કાર્ડ, આયુષ્ય માન ભારત યોજના કાર્ડ, મફત વીજળી કનેક્શન, દેના ગ્રામીણ બેંક થકી લોનની માહીતી, કૃષિ લક્ષી ખેડુતોને ટ્રેકટર અને સાધન સહાય યોજના, પશુપાલકોને દુધાળા ઢોંર આપવાની યોજના, ગેસ કનેક્શન, ઉજ્જવલા યોજના, ઓછા વિજ વપરાશ થાય તે માટે LED બલ્બ ઉજાલા યોજના, જન ધન યોજના થકી બેંકોમાં લાખો લોકોના ખાતા ખુલ્યા અને હવે સરકારની તમામ સહાય ડાયરેક્ટ તેમના ખાતામાં જ્મા થાય તે પ્રકારની વ્યવસ્થા સરકારે કરી છે. આમ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લોકોને વિનંતી કરી હતી.જેમાં યુવા  કાર્યકર્તા નાથાભાઇ ના.મામ.વડગામ અશોકભાઇ અટોસ, બાબુભાઇ પરમાર, ડો પ્રજાપતિ પાંચડા આરોગ્ય શાખા, રેવન્યુ સ્ટાફ, બેંકેબલ યોજનાના કર્મચારી, આંગણવાડી બહેનો, તલાટી કમ મંત્રી, પ્રા.શાળા સ્ટાફ ગણ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.