સમાજ@કંબોઈઃ વઢિયાર પ્રાંત રાજપૂત સમાજના સમૂહલગ્ન યોજાયા

અટલ સમાચાર, મહેસાણા ચાણસ્મા તાલુકાના કંબોઈ ખાતે વઢિયાર પ્રાંતના રાજપૂત સમાજનો સમૂહલગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં નવ યુગલોને આશીર્વાદ આપવા મહંતો, સમાજના આગેવાનો-અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાના કંબોઈ ગામે 28 ફેબ્રુઆરીએ 23 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમૂહલગ્નની સમગ્ર જવાબદારી શ્રી ક્ષત્રિય દરબાર રાજપૂત સમાજ ટ્રસ્ટ વઢિયાર
 
સમાજ@કંબોઈઃ વઢિયાર પ્રાંત રાજપૂત સમાજના સમૂહલગ્ન યોજાયા

અટલ સમાચાર, મહેસાણા

ચાણસ્મા તાલુકાના કંબોઈ ખાતે વઢિયાર પ્રાંતના રાજપૂત સમાજનો સમૂહલગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં નવ યુગલોને આશીર્વાદ આપવા મહંતો, સમાજના આગેવાનો-અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

સમાજ@કંબોઈઃ વઢિયાર પ્રાંત રાજપૂત સમાજના સમૂહલગ્ન યોજાયા

પાટણ જિલ્લાના કંબોઈ ગામે 28 ફેબ્રુઆરીએ 23 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમૂહલગ્નની સમગ્ર જવાબદારી શ્રી ક્ષત્રિય દરબાર રાજપૂત સમાજ ટ્રસ્ટ વઢિયાર પ્રાંત દ્વારા સફળ બનાવી હતી. જેમાં નાગણેશ્વરી માતાજી મંદિર લોલાડા ધામના મહંત શિવાનંદજી બાપુએ નવજોડાંને આશીર્વચન પાઠવ્યા હતા. આ ઉપરાંત ઉપસ્થિત મુખ્ય મહેમાન કરણસિંહ ચાવડા (બિન અનામત આયોગ ડાયરેક્ટર), મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજના ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ સોલંકી સહિત કચ્છ-સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી શિક્ષણ, રોજગારી અને સિંચન ઉપર ભાર મુક્યો હતો.

અટલ સમાચારના વોટ્સએપ ગૃપમાં જોડાવવા અહીં ક્લીક કરો

ઉપરાંત આગામી સમયમાં રાજપૂત સમાજને નવી તક મળી રહે તેવા પ્રયાસો તરફ આગળ વધવા પ્રયત્નશીલ કાર્યો થઈ રહ્યાનું જણાવ્યું હતું. જ્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિત ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દિકરીઓ માટે અનેક દાતાઓ આગળ આવી પુરત, વાસણ સહિતનું દાન કર્યું હતું.