thara shihori
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

રાષ્ટ્રીય એકતા મજબુત થાય તે હેતુથી સામાજીક સમરસતા સમિતી થરા અને શિહોરી દ્વારા સામાજીક સમરસતા મહાયજ્ઞનુ આયોજન કરવામા આવ્યું હતું. આજ રોજ કાંકરેજ તાલુકાના થરામા જલારામ મંદીરે અને શિહોરી દુગાવાઙા પંચમુખી હનુમાન મંદીર ખાતે સમરસતા સમિતી દ્વારા સમરસતા મહાયજ્ઞ કરવામા આવ્યો હતો.

આ યજ્ઞમાં દરેક સમાજના લોકોને બેસાઙવામા આવ્યા હતા તેમજ ભોજન પ્રસાદનુ આયોજન કરવામા આવ્યું હતુ.
આ પ્રસંગે શિહોરી ખાતે કાંકરેજ ધારાસભ્ય ઉપસ્થીત રહ્યા હતા અને તેમણે પણ હવન કુંડમાં આહુતી આપી હતી.

તેમજ ભરતસિંહ ભટ્ટેસરીયા મહામંત્રી ભાજપ બનાસકાંઠા, અણદાભાઇ પટેલ થરા માકેટઁ તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવકના કાર્યકર્તાઓ સહિત થરા ખાતે ધરમેન્દ્રસિંહ વાઘેલા, મોહબ્બતસિંહ વાઘેલા, જેણુભા વાઘેલા, પહેલાદ પ્રજાપતિ વગરે મોટી સંખ્યામા લોકો ઉપસ્થીત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code